ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨ જૂન ૨૦૨૧
બુધવાર
પાલઘરમાં એક ગજબ કિસ્સો બન્યો છે. જિલ્લામાં એક પ્રીમેચ્યૉર બાળકીનો જન્મ થયાના માત્ર ૧૨ કલાકમાં કોરોના થયો છે. જોકેબાળકીની માતા કોરોના રિપૉર્ટ નેગેટિવ આવ્યો છે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં મહાનગરની બહાર આટલી નાની વયે કોરોના થયો હોવાનો આ પ્રથમ કેસ છે.
પાલઘરની અશ્વિની કાટેલા ૩૨ વર્ષની આ મહિલાને સોમવારે 8 મહિને પ્રસૂતિ આવી હતી. તેને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેણે બાળકીને સવારે સાત વાગ્યે જન્મ આપ્યો હતો. ત્યાર બાદ ડૉક્ટરે મહિલા અને બાળકી બંનેના કોરોનાના રેપિડ ટેસ્ટ કર્યા હતા. જેમાં આ નવજાત શિશુનો રિપૉર્ટ પૉઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ આ બાળકીને જવ્હારની ગવર્નમેન્ટ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બાળકીને નીઓ-નેટલ ICUમાં રાખવામાં આવી છે અને તેની તબિયત સ્થિર છે.
ઉલ્લેખનીય છે કે માતાને હેપેટાઇટીસ બીનો રોગ છે. આ બાળકીને માતા દ્વારા કોરોના થયો હોવાની શક્યતા નહિવત્ હોવાથી સવાલ થાય છે કે માત્ર ૧૨ કલાકની બાળકી કોરોનાની ચપેટમાં કઈ રીતે આવી. આ વિશે હવે ગંભીરતાથી અભ્યાસ હાથ ધરાશે.