ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ જૂન ૨૦૨૧
સોમવાર
ઉત્તર પ્રદેશના બે વિપક્ષી પક્ષે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય પર રવિવારે ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાની મદદથી રામ મંદિર પરિસર માટે રૂ. 18.5 કરોડની કિંમતે 2 કરોડની જમીન ખરીદવાનો આરોપ લગાવ્યો છે. આપના રાજ્યસભાના સભ્ય સંજય સિંહ અને સમાજવાદી સરકારના ભૂતપૂર્વ પ્રધાન પવન પાંડેએ રાય પર આ આરોપ લગાવ્યો હતો.
સિંહ અને પાંડેએ એને મની લૉન્ડરિંગનો કેસ ગણાવતાં બંનેએ મંદિર પરિસરની આ જમીન ખરીદી અંગે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તપાસની માગ કરી હતી. બંને નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે રાયે અયોધ્યા જિલ્લાના સદર તહસિલ હેઠળ બેગ બજૈસી ગામમાં 1.208 હેક્ટર જમીનની ખરીદી રૂપિયા ૧૮.૫ કરોડમાં આપી કરી હતી. ઉપલબ્ધ દસ્તાવેજો ટાંકતાં સિંહે મીડિયાને કહ્યું કે “થોડોક સમય પહેલાં જ આ જમીન બે કરોડ રૂપિયામાં અન્સારીએ તેના મૂળ માલિક પાસેથી ખરીદી હતી અને રાયે આ જમીનના ૧૮.૫ કરોડ ચૂકવ્યા છે.
સિંહે મીડિયાને કહ્યું કે "વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારે CBI અને EDદ્વારા સંપૂર્ણ તપાસ શરૂ કરવી જોઈએ અને ભ્રષ્ટ લોકોને જેલમાં મોકલવા જોઈએ. ભગવાન રામના કરોડો ભક્તોની શ્રદ્ધા છે, જેમણે રામ મંદિરના નિર્માણ માટે પોતાની મહેનતથી કમાયેલાં નાણાં દાનરૂપે આપ્યાં છે."
પાટનગર દિલ્હીના મુખ્યમંત્રીની મોટી ઘોષણા, ગુજરાતમાં 2022ની વિધાનસભાની તમામ બેઠક પરથી લડશે 'આપ'
જોકેરાયે એક નિવેદન બહાર પાડી કહ્યું હતું કે “શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે અત્યાર સુધીમાં ખરીદેલી તમામ જમીનો બજાર ભાવ કરતાં ઘણા ઓછા ભાવે ખરીદવામાં આવી છે.” તેમણે ઉમેર્યું હતું કે "કેટલાક રાજકીય નેતાઓ લોકોને ગેરમાર્ગે દોરતા હોય છે. તેનો હેતુ સમાજને ગેરમાર્ગે દોરવાનો છે, સંબંધિત લોકો રાજકીય છે અને તેથી રાજકીય દ્વેષથી પ્રેરિત છે."