મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રમાં છેલ્લા 16 મહિનામાં કુલ 1784 ખેડૂતોએ આત્મહત્યા કરી છે, જેનો અર્થ થાય છે કે દર મહિને 111 ખેડૂતોએ આત્મહત્યા કરી પોતાનો જીવ ગુમાવ્યો છે.
સૌથી વધુ મોત અમરાવતી ડિવિઝનના યવતમાલમાં થયા છે. 2020માં, આ જિલ્લામાં 319 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. એ જ સમયે, આ વર્ષે ચાર મહિનામાં 83 ખેડૂતોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
યવતમાલ બાદ સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ બુલઢાણા જિલ્લાની છે, જ્યાં ગયા વર્ષે 268 અને આ વર્ષે 73 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.
અમરાવતી જિલ્લામાં ગયા વર્ષે 295 અને આ વર્ષે 54 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. નાગપુર વિભાગમાં, છેલ્લા 16 મહિનામાં 386 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. અહીં વર્ધા જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે, જ્યાં ગયા વર્ષે 152 અને આ વર્ષે 40 ખેડૂતોનાં મોત થયાં છે.
મલાડમાં ચાલતા આ ગોરખધંધાનો પર્દાફાશ; બેકરી દ્વારા ચાલતું હતું ડ્રગ્સનું રેકેટ, જાણો વિગત