News Continuous Bureau | Mumbai
વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) ગુજરાત(Gujarat)ના પ્રવાસે છે અને રાજ્યની જનતાને અનેક ભેટો આપી રહ્યા છે. દરમિયાન ગઈકાલે રાત્રે પીએમ મોદી ગુજરાત સરકાર દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ(Navratri)માં ભાગ લેવા માટે જીએમડીસી ગ્રાઉન્ડ(GMDC ground) પર પહોંચ્યા હતા, અહીં તેમણે મા અંબે(Maa Ambe)ની આરતી કરી હતી. તેમણે સ્થળ પર પરંપરાગત ગરબા નૃત્યની મજા માણી હતી. વડાપ્રધાન મોદીએ ત્યાં હાજર કેટલાક લોકો સાથે વાતચીત પણ કરી હતી.
#વડાપ્રધાન #નરેન્દ્રમોદીએ અમદાવાદમાં #નવરાત્રી મહોત્સવની લીધી મુલાકાત, #માઅંબેની આરતી કરી.. જુઓ #વિડીયો..#Gujarat #Ahemdabad #Navratri #PMmodi#MaaAmbe #newscontinuous pic.twitter.com/GBD0VQKNop
— news continuous (@NewsContinuous) September 30, 2022
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત(Governor Acharya Devvrat) અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Chief Minister Bhupendra Patel) પણ હતા.
આ સમાચાર પણ વાંચો : નવલી નવરાત્રિનો આજે પાંચમો દિવસ – આજના પાવન દિવસે કરો જગત જનની ઉમિયા માતાના દર્શન લાઈવ