ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
જૂના સમયના રાજાઓ પ્રજાના દુ:ખો જાણવા કોઈકવાર વેશપલટો કરીને તેમની વચ્ચે ફરતા. આવું જ હાલમાં કેન્દ્રના સ્વાસ્થ્ય પ્રધાને કર્યું હતું. દિલ્હીની એક સરકારી હોસ્પિટલમાં છૂપા વેશે ગયેલા મંત્રી મનસુખ માંડવિયાને ચોંકાનારાં અનુભવો થયા અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું આખી સિસ્ટમને બદલવાની જરૂર છે.
દિલ્હીની સફદરજંગ હોસ્પિટલના એક કાર્યક્રમમાં કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ તેમના અનુભવો કહ્યા હતા. તેઓ આ જ હોસ્પિટલમાં વેશ બદલીને આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ' મેં જોયું ૭૫ વર્ષના વૃદ્ધા તેના દીકરાને સ્ટ્રેચર પર લઈ જવા માટે સિક્યુરિટી ગાર્ડને વિનંતી કરી રહ્યા હતા, પરંતુ કોઈએ તેમની મદદ કરી નહીં. હોસ્પિટલમાં ૧૫૦૦ માણસો હોવા છતાં મહિલાની મદદ માટે કોઈ આગળ કેમ આવ્યું નહીં? '
6 મહિનામાં, 6 રાજ્યોના મુખ્ય મંત્રીઓ બદલાયા, રાજનીતિમાં આવ્યો નવો વળાંક; જાણો વિગત
એક ગાર્ડે તો છૂપાવેશમાં ફરતા માંડવિયાને પણ ધક્કો માર્યો હતો.
મનસુખ માંડવિયાનો અનુભવ સાંભળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેચેન થઈને પૂછ્યું હતું કે તમે સંબંધિત સિક્યોરિટી ગાર્ડને બરતરફ કર્યો કે ? ત્યારે માંડવિયાએ કહ્યું કે, 'ખાલી એક વ્યક્તિને નહીં આખી વ્યવસ્થાને બદલવાની જરૂર છે.'