ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28, સપ્ટેમ્બર 2021
મંગળવાર.
મહારાષ્ટ્રના રાજકરણમાં મહાજન પરિવારના એક નવા સભ્યનું આગમન થવાનું છે. ભાજપના નેતા સ્વર્ગીય પ્રવીણ મહાજનના ભાઈ પ્રવીણ મહાજનની પત્ની સારંગી મહાજન બહુ જલદી રાષ્ટ્રીય સ્તરના પક્ષ સાથે પોતાની રાજકીય કારકિર્દીનો આરંભ કરવાના છે. આગામી છ મહિનામાં તેની જાહેરાત કરવાના છે.
મહારાષ્ટ્રના આ જિલ્લામાં ભાજપ અને મનસેની યુતિઃ ભાજપે યુતિ કરવા કરી બાંધછોડ;જાણો વિગત
રાષ્ટ્રીય રાજકરણમાં પ્રમોદ મહાજનનું નામ હતું. તેમના નિધન બાદ મહાજન પરિવાર વેરવિખેર થઈ ગયો હતો. પ્રવીણ મહાજનના નિધનના 10 વર્ષ બાદ તેમના પત્ની સારંગી જાહેરમાં આવ્યા છે. હવે બાળકો સેટલ થઈ ગયા બાદ પોતાની પોલિટિકલ કરીઅર ચાલુ કરવાની તૈયારી કરી દીધી હોવાનું તાજેતરમાં સારંગી મહાજને કહ્યું હતું. સ્વાભાવિક રીતે ભાજપ સાથે જોડાશે એવું ચર્ચાઈ રહ્યું હતું ત્યારે તેમણે ભાજપને મુંડે અને મહાજનની પ્રાઈવેટ પાર્ટી ગણાવી હતી. તેથી ત્યાં કોઈ બીજાના સ્થાન નથી એવો કટાક્ષ કરતા તેમણે કહ્યું હતું કે તેમને તમામ મોટી પાર્ટીઓ તરફથી તેમના પક્ષમાં જોડાવાનું આમંત્રણ મળ્યું છે. તેના પર નિર્ણય લઈ લીધો છે. બહુ જલદી રાષ્ટ્રીય સ્તરની પાર્ટી સાથે તેઓ રાજકીય તખ્તા પર એન્ટ્રી કરશે એવું કહેવામાં આવે છે.