ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,4 જાન્યુઆરી 2022
મંગળવાર.
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં એક તરફ ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ અનેક પ્રકારના અન્ય પ્રોજેક્ટ્સ પણ ત્યાં આકાર લેવા જઇ રહ્યા છે. અત્યારે અયોધ્યા વિકાસના પંથ તરફ આગેકૂચ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં જ અયોધ્યાની કાયાપલટ થવાની છે. આ વચ્ચે હવે એક અહેવાલ અનુસાર, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તેમના મંત્રાલયમાંથી 20 હજાર કરોડના પ્રોજેક્ટ્સ માટે પ્રસ્તાવ તૈયાર કર્યો છે.
તાજેતરમાં ૮૪ કોસી પરિક્રમા માર્ગને રાષ્ટ્રીય ધોરીમાર્ગનો દરજ્જાે મળ્યો છે. એટલું જ નહીં ચાર હજાર કરોડના ખર્ચે ૨૭૫ કિમીના હાઈવે બનાવવાની પણ મંજૂરી આપવામાં આવી છે. આ માર્ગ દ્વારા અયોધ્યાના પૌરાણિક મહત્વના ૫૧ તીર્થસ્થળોને જાેડવામાં આવશે. હાલમાં અયોધ્યા, આંબેડકર નગર, ગોંડા, બારાબંકી અને બસ્તીમાંથી પસાર થતો આ પરિક્રમા રૂટ લગભગ ૨૩૩ કિલોમીટર લાંબો છે. આ માટે ૪૫ મીટર જમીન પહોળાઈમાં લેવામાં આવશે. લગભગ ચાર હજાર કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ માટે જમીન લેવાનું કામ ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં પૂર્ણ થવાનું છે.
અરે વાહ, ઓમિક્રોનને ડિટેક્ટ કરતી પ્રથમ કિટને મળી ICMRની મંજૂરી; જાણો કોણે તૈયાર કરી છે આ કીટ
આ ઉપરાંત દસ હજાર કરોડના ખર્ચે અયોધ્યા થઈને ગોરખપુર-લખનૌ નેશનલ હાઈવેને સિક્સ લેન કરવાના પ્રોજેક્ટને પણ લીલી ઝંડી મળી ગઈ છે. આ ઉપરાંત છ હજાર કરોડના ખર્ચે લગભગ ૭૦ કિમીનો રિંગ રોડ જેને હવે બાયપાસ રોડ નામ આપવામાં આવ્યું છે તેને પણ મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી ગડકરી ૬ જાન્યુઆરીએ તેનો શિલાન્યાસ કરશે. આ રિંગ રોડ અયોધ્યા, બસ્તી અને ગોંડાના ત્રણ જિલ્લાઓમાંથી પસાર થશે. તેનો ડીપીઆર અમદાવાદ સ્થિત કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં સંપાદિત જમીનના વળતરનો સમાવેશ થાય છે.