237
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઑગસ્ટ, 2021
સોમવાર
સામાન્ય નાગિરકોને લોકલ ટ્રેનમાં પ્રવેશ આપવાના મુદ્દે ભાજપે રસ્તા પર ઊતરીને આંદોલન કર્યું હતું. હવે ભાજપે રાજ્યનાં ધાર્મિક સ્થળો ખુલ્લાં મૂકવા માટે આંદોલનનો નિર્ણય લીધો છે.
શ્રાવણના પહેલા જ દિવસે નાશિકમાં આવેલા ત્ર્યંબકેશ્વર મંદિરમાં ભાજપની આધ્યાત્મિક આઘાડી દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. મંદિરના પ્રવેશદ્વારની બહાર મોટી સંખ્યામાં ભક્તો સહિત સાધુસંતો પણ આ આંદોલનમાં જોડાયા હતા.
પુનામાં હોટલ અને મોલ ખુલ્લા. પણ મહારાષ્ટ્રના બાકી ભાગોનું શું?
આ દરમિયાન ભાજપના નેતા આશિષ શેલારે પણ મંદિરોને ખુલ્લાં મૂકવાને લઈ રાજ્ય સરકારની ઉદાસીનતા સામે ટીકા કરી હતી.
You Might Be Interested In