News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય ઉથલપાથલ વચ્ચે પુણે શહેર(Pune city)માં એક ગજબ કેસ સામે આવ્યો છે. જ્યાં એક વૃદ્ધે એક પોપટ(parrot) સામે ફરિયાદ (complaint) નોંધાવી છે. કોઈ પશુ પક્ષી વિશે પણ ફરિયાદ કરી શકે તેવો કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, પૂણેના શિવાજી નગર(Shivajinagar)ની મહાત્મા ગાંધી કોલોનીમાં રહેતા 72 વર્ષીય વૃદ્ધના પાડોશીએ (neighbour) પોપટ(pet) પાળ્યો છે. વૃદ્ધનો આક્ષેપ છે કે મારા ઘરની સામેના મકાન માલિકે પોપટ પાળ્યો છે. જ્યારે પણ તેઓ ઘરની બહાર જાય છે ત્યારે તેમને જોઈને પોપટ સીટી વગાડવા લાગે છે. જેના કારણે તેઓ માનસિક રીતે પરેશાન થઈ જાય છે.
આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર – મુંબઈ ગોવા હાઈવે થયો બંધ- સરકારી એજન્સીઓ એલર્ટ પર
વૃદ્ધે જણાવ્યું કે જ્યારે તેણે પોપટના માલિકને આ અંગે ફરિયાદ કરી તો તેણે તેની સાથે દલીલ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું. આ કિસ્સામાં, પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું, અમે વૃદ્ધની ફરિયાદના આધારે પોપટના માલિક સામે શાંતિ ભંગ કરવી અને ગુનાકીય ધમકી આપવા મામલે ફરિયાદ નોંધી છે. અમે નિયમ મુજબ આગળની કાર્યવાહી કરીશુ.