ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑક્ટોબર, 2021
સોમવાર
મહારાષ્ટ્રમાં દિવસે ને દિવસે સરેરાશ કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. પરિસ્થિતિ એકંદરે નિયંત્રણમાં આવી છે, પરંતુ રાજ્યના અહમદનગર જિલ્લામાં વધતા જતા કોરોનાના કેસે સરકારને ફરી ચિંતામાં મૂકી દીધી છે. અહમદનગરનાં 61 ગામમાં 10થી વધુ કોરોનાના નવા કેસ નોંધાયા છે. એથી ગામોમાં ફરી 10 દિવસના લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. એમાંથી સૌથી વધુ 24 ગામ સંગમનેર તાલુકામાં છે. અહમદનગરના કલેક્ટર રાજેન્દ્ર ભોસલેએ રવિવારે આ વિસ્તારોમા લૉકડાઉનની જાહેરાત કરી હતી
શું તમને ખબર છે નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક ના પરિવારમાં ૬ પેઢી કલાકારોની છે?
જિલ્લામાં હાલ કોરોનાના દર્દીની સંખ્યા 500થી 800ની વચ્ચે છે. જિલ્લામાં કોરોનાનો પૉઝિટિવ રેટ 5 ટકાથી વધુ છે. જે ગામમાં 20થી વધુ દર્દી સારવાર લઈ રહ્યા છે, એવા ગામને કન્ટેઇન્ટમેન્ટ ઝોન જાહેર કરીને ગામમાં અન્યોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
4 ઑક્ટોબરથી 13 ઑક્ટોબર દરમિયાન 61 ગામમાં તમામ કામકાજ બંધ રહેશે. જે વિસ્તારમાં વધુ દર્દી છે એને કન્ટેઇન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. અહીં અત્યાશ્યક સેવાને છોડીને તમામ દુકાનો, વેચાણ તથા સેવાઓ બંધ છે. પાંચથી વધુ લોકોને એક સ્થળે જમા થવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.