રાજ્ય

 વેપારીઓનું પ્રતિનિધિમંડળ ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ ને મળ્યું. આ ચર્ચા થઈ.

Apr, 7 2021


ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 7 એપ્રિલ 2021

બુધવાર

મીની લોકડાઉન ને કારણે રોષે ભરાયેલા વેપારીઓના સંગઠનો આજે એકત્રિત થઈને વિરોધ પક્ષના નેતા તેમજ ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ ને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

વેપારી એસોસિએશનના પ્રતિનિધિમંડળમાં મહારાષ્ટ્ર રાજ્યના તમામ વેપારી એસોસિએશનના હોદ્દેદારો તેમજ રાજનૈતિક પાર્ટીના કાર્યકરો સામેલ હતા. આ મિટિંગમાં રજૂઆત કરવામાં આવી કે સરકાર દ્વારા જે મિની  લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તેમાં ભારોભાર અસમાનતા છે. આટલું જ નહીં આ લોકડાઉન ને કારણે વેપારીઓને પારાવાર નુકસાન છે.

મોટા સમાચાર : મહારાષ્ટ્રમાં ધોરણ 9 અને ધોરણ 11 ની પરીક્ષા સંદર્ભે નિર્ણય લેવાયો. તેમજ બોર્ડ એકઝામ નું શું થશે?  જાણો વિગત.

પ્રતિનિધિ મંડળની આ વાત પર ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમને પૂર્ણ સહકાર આપવાનું નક્કી કર્યું હતું. તેમજ તેમણે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં તેઓ આ વાત મુખ્યમંત્રી સુધી પહોંચાડશે.

Leave Comments