ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 જુલાઈ 2021
સોમવાર
મહારાષ્ટ્રમાં રાજ્યના શિક્ષકો, મુખ્યાધ્યાપકો તથા સ્કૂલ દ્વારા કૉમ્યુટરાઇઝડ સિસ્ટમમાં રિઝલ્ટ બાબતની વિગત નોંધવામાં ભૂલો થઈ હતી. એથી SSC બોર્ડના દસમા ધોરણનું રિઝલ્ટ લંબાઈ જવાની શક્યતા છે.
દસમા ધોરણના રિઝલ્ટને લઈને તમામ સ્કૂલોએ મહારાષ્ટ્ર બોર્ડને કૉમ્યુટરાઇઝડ સિસ્ટમ દ્વારા વિદ્યાર્થીઓના માર્ક મોકલવાના હતા. જોકે એ સમયે સ્કૂલ દ્વારા માર્ક લખતાં સમયે સ્કૂલ સ્તરે મોટા પ્રમાણમાં ભૂલો થઈ ગઈ હતી. એ બાબત બોર્ડને ધ્યાનમાં આવી હતી તેમ જ અમુક વિદ્યાર્થીઓના અમુક વિષયને લગતા માર્ક પણ લખાયા નથી. તેમ જ વિદ્યાર્થીઓના પાંચમા અને નવમા ધોરણની ટકાવારી પણ લખવામાં આવી નહોતી. શિક્ષકોએ તેમને આપેલી મુદતમાં માર્ક મૂક્યા જ નહોતા.
ઇ.ડી. થી બચવા છેલ્લા લાંબા સમયથી ભૂગર્ભમાં રહેલા શિવસેનાના આ ધારાસભ્ય અચાનક વિધાનસભામાં પ્રગટ થયા.
તેથી મહારાષ્ટ્ર બોર્ડે આ ભૂલ સુધારવા માટે તમામ શાળાઓને 3 જુલાઈ સુધીની મુદત આપી હતી. એમાં 97 ટકા સ્કૂલોએ પોતાનું કામ પૂરું કરી નાખ્યું હતું. જોકે ત્યાર બાદ પણ એમાં અમુક ભૂલો રહી હતી. એથી બોર્ડે 9 જુલાઈ સુધીની મુદત વધારી આપી હતી. એથી દસમાનું રિઝલ્ટ લંબાઈ જવાનું છે.