News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં સંત તુકારામના જન્મસ્થળ દેહુમાં માંસ અને માછલીના વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેથી, દેહુ મહારાષ્ટ્રમાં શુદ્ધ શાકાહારી શહેર બની ગયું છે. મ્યુનિસિપલ કાઉન્સિલ વતી આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી બનેલી દેહુ મ્યુનિસિપલ કાઉન્સિલની પ્રથમ સામાન્ય સભામાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને આજથી તેનો અમલ કરવામાં આવશે.
અગાઉ ગ્રામ પંચાયતે પણ આ મુજબનો નિર્ણય લીધો હતો. જોકે, ગ્રામ પંચાયતનું વિસર્જન થઈ ગયું હતું અને ત્યાર બાદ કોરોના મહામારી ચાલુ થઈ ગઈ છે. તેથી છેલ્લા બે વર્ષથી આ નિર્ણય અટવાઈ ગયો હતો. ગ્રામ પંચાચના વિર્સજન બાદ પ્રશાસકનું રાજ હતું ત્યારે માંસનું વેચાણ ફરી શરૂ થયું હતું. પરંતુ હવે નગરપરિષદની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે ફરીથી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ બેઠકમાં વારકારીઓ અને સ્થાનિક રહેવાસીઓની માંગણીઓને ધ્યાને લઈ દેહુ શહેરમાં માછલી અને માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મંદિર વિસ્તારમાં આવેલી ઈન્દ્રાયાણી નદીમાં માછીમારી પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.