News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના(Maharashtra) પૂરગ્રસ્ત વિસ્તારોનું(of flood prone areas) મુલાકાત લેવાનું CM એકનાથ શિંદેએ(Eknath Shinde) શરૂ કર્યું છે. આ જ ક્રમમાં તેઓ શનિવારે ઔરંગાબાદ(Aurangabad) ગયા ત્યારે અચાનક દિલ્હીથી(Delhi) તેડું આવતા મુખ્યમંત્રી અધવચ્ચેથી પ્રવાસ છોડીને દિલ્હી પહોંચી ગયા હતા. આ પછી તેઓ દિલ્હીના એરપોર્ટની(Delhi Airport) વીઆઇપી લોજમાં(VIP lodge) કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ(Union Home Minister Amit Shah) સાથે મુલાકાત કરી મીડિયા રિપોર્ટ મુજબ આ બેઠક લગભગ 45 મિનિટ ચાલી હતી. ત્યારબાદ તેઓ તરત જ મહારાષ્ટ્ર પરત ફર્યા હતા. અને રવિવારે સવારે સંજય રાઉતની(Sanjay Raut) સામે તપાસ એજન્સી ઈડીએ(ED) કાર્યવાહી શરૂ કરી હતી. આથી શિંદે દિલ્હીમાં મહારાષ્ટ્રના પ્રધાન મંડળની વિસ્તરણ(Expansion of Cabinet) તેમ જ શિવસેના નેતા સંજય રાઉતની ઈડીની કાર્યવાહી બાબતે વાતચીત થઈ હોય એવી ચર્ચાએ રાજકીય વર્તુળોમાં જોર પકડ્યું છે.
આ સમાચાર પણ વાંચો : સંજય રાઉત થયા જેલભેગા- ઉદ્ધવ ઠાકરેએ નેતાના ઘરે પહોંચ્યા- પરિવારજનો સાથે કરી મુલાકાત- જુઓ ફોટોગ્રાફ્સ
આ બધા વચ્ચે નવાઈની વાત એ છે કે મુખ્યમંત્રી પદે એકનાથ શિંદે શપથ લીધા બાદ એક મહિનામાં શનિવારે રાતે છઠ્ઠી વખત દિલ્હીની મુલાકાતે ગયા હતા. જોકે આ વખતે તેઓ દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-4ના વીઆઇપી ઝોનમાં(VIP zone) મળ્યા હતા. બન્ને વચ્ચે 45 મિનિટ ચર્ચા થઈ હતી. આ પછી શિંદે મહારાષ્ટ્રમાં પરત ફર્યા અને ઔરંગાબાદના પ્રવાસને આગળ શિંદે શરૂ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં શિંદે-ફડણવીસ સરકારને(Shinde-Fadnavis government) એક મહિનો પૂરો થયો હોવા છતાં કેબિનેટનું હજુ વિસ્તરણ થયું નથી. જો કે, છેલ્લા એક મહિનામાં શિંદે-ફડણવીસ સરકારે કેબિનેટની બેઠકમાં ખેડૂતોથી લઈને વિદ્યાર્થીઓ સુધીના લગભગ તમામ ક્ષેત્રો માટે નિર્ણયો લીધા છે.