ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૭ જુલાઈ ૨૦૨૧
બુધવાર
તાનસા અભયારણ્યમાંથી રાતોરાત સાગનાં ૭૦ વૃક્ષો ગાયબ થઈ ગયાં છે. તસ્કરોએ અંધારાનો ફાયદો ઉઠાવી તપાસ સ્ટેશનોના નાક નીચેથી સાગના લાકડાની તસ્કરીનો આ ગોરખધંધો ફરી શરૂ કર્યો છે. વૈતરણા વિભાગના તાનસા વન્યજીવ વનપરિક્ષેત્રની હદમાં વાડા તાલુકાના નિશેત ગામ નજીક કમ્પાર્ટમેન્ટ નં. ૯૩૭માં વૃક્ષોની બેફામ કતલ કરાઈ છે. વન્યજીવન વિભાગના વૈતરણા વિભાગમાં મોટા પ્રમાણમાં જંગલ ફેલાયેલું છે. વાડા તાલુકાના નિશેત ગામની હદમાં ઘટેલી આ ઘટનાથી હોબાળો મચી ગયો છે.
ખર્ડીથી વાડા આ રસ્તાની નજીક રહેલા સાગનાં અંદાજે ૭૦ વૃક્ષો ચોરોએ કટર મશીનથી કાપ્યાં છે. આ વૃક્ષો કાપીને તેનાં લાકડાં ભેગા કરીને લઈ જવાનું કામ ચોરોએ એક જ રાતમાં કર્યું છે. આ વિસ્તારમાં વૃક્ષો તોડનારી મોટી ટોળકી ખૂબ જ સક્રિય છે. હવે આ મામલે વન પરિક્ષેત્ર અધિકારીઓએ અજ્ઞાત વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જોકેતોડવામાં આવેલાં સાગનાં લાકડાં જપ્ત કરાયાં છે, પરંતુ આ ગુના હેઠળ આરોપીઓની શોધ શરૂ છે.
જીએસટીની આવકમાં મોટું ગાબડું. કલેક્શન ૧ લાખ કરોડથી ઓછું થયું. જાણો કેટલો જીએસટી ભેગો થયો
ઉલ્લેખનીય છે કે સાગનું લાકડું ખૂબ જ કીમતી હોવાથી આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે, પરંતુ સાગના વૃક્ષમાંથી મોટા પ્રમાણમાં ઑક્સિજનનું ઉત્સર્જન પર્યાવરણમાં થાય છે. તેથી સાગનાં વૃક્ષોનું જતન કરવું ખૂબ જ આવશ્યક છે.