રાજ્ય

તો હવે ફરી મહારાષ્ટ્રમાં લાગશે લૉકડાઉન?રાજ્યના કૅબિનેટ પ્રધાને આપ્યા આ સંકેત, જાણો વિગત

Jun, 16 2021


 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૬ જૂન ૨૦૨૧

બુધવાર

રાજ્યના રાહત અને પુનર્વસન પ્રધાન વિજય વડેટ્ટીવારે રાજ્ય સરકારે ૭મી જૂને તેની લેવલ પ્રમાણેની અનલૉક વ્યૂહરચના રજૂ કર્યા બાદ હવે ફરી નવા પ્રતિબંધો લાદવાનો સંકેત આપ્યો છે. છેલ્લા અઠવાડિયામાં કોરોના કેસોની સંખ્યા 10,000થી 12,000ની રેન્જમાં હતી.

વડેટ્ટીવારે આ બાબતે મીડિયાને કહ્યું કે, નવા આદેશ મુજબ પૉઝિટિવિટી રેટ અને ઑક્સિજન બેડ વ્યવસાયના આધારે નિયંત્રણો હળવાં કરવામાં આવશે. "જો રાજ્યના કેસોમાં તેજીનો અહેવાલ જારી રહ્યો, તો સરકાર નવા પ્રતિબંધો લાદવા પર આઠ દિવસ પછી નિર્ણય લઈ શકે છે." તેમણે જણાવ્યું હતું કે “શનિવારના ડેટા મુજબ દર્દીનો રિકવરી રેટ 95.48% હતો અને 10,697 નવા COVID-19 કેસ નોંધાયા હતા.”

મમતા બેનરજીએ પ્રશાંત કિશોર ને એક નવી જવાબદારી સોંપી. જાણો શું કામ આપ્યું?

હવે સરકાર આગામી આઠ દિવસ પરિસ્થિતિ પર નજર રાખશે. હાલમાં કેટલાક જિલ્લાઓમાં કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. ૭મી જૂનના રોજ લૉકડાઉનના પ્રતિબંધ હળવા કરવામાં આવ્યા પછી અમુક જિલ્લાઓમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. જો કેસોની સંખ્યામાં વધારો થતો રહેશે તો સરકાર પરિસ્થિતિની સમીક્ષા કરશે અને નવા પ્રતિબંધો લાદવાની વિચારણા કરી શકે. વડેટ્ટીવારે ઉમેર્યું હતું કે “સરકાર આઠ દિવસ બાદ નિર્ણય લેશે.”

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )