News Continuous Bureau | Mumbai
સુપ્રીમ કોર્ટે બે અઠવાડિયામાં મહારાષ્ટ્રમાં(Maharashtra) પ્રલંબિત રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના(Election) કાર્યક્રમની જાહેરાત કરવાનો નિર્દેશ આપ્યો છે. ઓબીસી અનામત(OBC reserves) પર અંતિમ સુનાવણીમાં આ આદેશ આપવામાં આવ્યો છે.
ઓબીસી આરક્ષણ માટે રાજ્ય સરકારે ચૂંટણી બાબતે કરેલા કાયદાના સંદર્ભમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી(Hearing) પાર પડી હતી. ઓબીસી આરક્ષણ રદ થયા બાદ ચૂંટણી આગળ ઢકેલવા માટે રાજ્ય સરકારે ચૂંટણી પંચના અમુક અધિકાર પોતાની પાસે રાખવા નો કાયદો કર્યો છે. આ કાયદા હેઠળ વોર્ડની રચના(Ward formation) અને ચૂંટણી તારીખ નક્કી કરવાનો અધિકાર રાજ્ય સરકારે પોતાની પાસે રાખ્યો છે. આ કાયદાને ચેલેન્જ કરતી અરજી પણ આજે સુનાવણી થઈ હતી.
આ સમાચાર પણ વાંચો :મહારાષ્ટ્રમાં ઠેકઠેકાણે અજાન સામે હનુમાન ચાલીસા વાગી. જાણો કઈ કઈ જગ્યાએ મનસે નું આંદોલન થયું.
સુનાવણી દરમિયાન રાજ્યની મહાનગરપાલિકા(BMC), જિલ્લા પરિષદ(district council) સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો બે અઠવાડિયામાં જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે ફરી એકવાર OBC અનામત વિના સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજવાનો આદેશ આપ્યો છે. તો હવે જોવાનું રહેશે કે સરકાર શું પગલાં ભરે છે