ચૂંટણી દરમિયાન ઘણી વખત સાંસદો પૈસા ચૂકવીને મત ખરીદતા હોવાના આક્ષેપો થયા છે, પરંતુ દેશમાં પહેલીવાર કોર્ટે સાંસદને આ આરોપો બદલ સજા ફટકારી છે.
તેલંગાણાની વિશેષ સેશન્સ કોર્ટે મહબૂબાબાદના ટીઆરએસ સાંસદ મલોથ કવિતાને છ મહિનાની જેલની સજા સંભળાવી છે.
સાથે જ વિશેષ કોર્ટ દ્વારા કવિતાને 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
સાંસદ મલોથ કવિતાને આ સજા વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં મતદાતાઓને લાંચ આપવાના મામલે સંભળાવવામાં આવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે કવિતાને હાઇકોર્ટમાં અપીલ કરવા માટે હાલ જામીન મળી ગયા છે અને આ મામલે તે હાઇકોર્ટમાં અપીલ કરશે.
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલામાં કવિતા બીજા આરોપી છે. તેલંગાણા રાષ્ટ્ર સમિતિના નેતા રહી ચુકેલા
કવિતા સામે ચૂંટણી અિધકારીઓએ ભદ્રાદ્રી જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
અગાઉ આ જ મામલામાં કોર્ટે પહેલા આરોપી પાર્ટીના કાર્યકર્તા શૌકત અલીને છ મહિનાની સજા સંભળાવી હતી.