રાજ્ય

આ રાજ્યમાં હવે 'નીટ' ની પરીક્ષા નહીં લેવાય. બારમાના રીઝલ્ટ ના આધારે જ ડોક્ટર બની શકાશે.

Sep, 14 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021

મંગળવાર

12મું પાસ કર્યા બાદ ડોક્ટર બનવા માંગતા તમિલનાડુના વિદ્યાર્થીઓને હવે NEET એટલે કે નેશનલ એલિજિબિલિટી એંટ્રેસ ટેસ્ટ નહીં આપવી પડે. 

તમિલનાડુ વિધાનસભામાં સોમવારે NEET વગર બારમા ધોરણના પરિણામને આધારે મેડિકલ કોર્સિસમાં પ્રવેશ આપવાનું બિલ મંજૂર કરાયું છે. 

જોકે આ માટે જરૂરી ન્યૂનતમ ટકાવારી કેટલી છે, તે હજુ સ્પષ્ટ નથી.

તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને વિધાનસભામાં બિલ રજૂ કર્યું હતું. 

આ બિલમાં બારમાં ધોરણના પરિણામને આધારે મેડિસિન, ડેન્ટિસ્ટ્રી, ભારતીય મેડિસીન અને હોમિયોપેથીના અંડર ગ્રેજ્યુએટ કોર્સિસમાં પ્રવેશ આપવાની જોગવાઈ છે. 

બિલને AIADMK સહિતના તમામ પક્ષોએ ટેકો આપ્યો હતો. જયારે વિરોધપક્ષ ભાજપે સરકારના પગલાના વિરોધમાં વોક આઉટ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ડોક્ટર બનવા ઇચ્છુક પણ નીટના પરિણામના ડરથી આત્મહત્યા કરનારા વિદ્યાર્થીનો મુદ્દો તમિલનાડુ વિધાનસભામાં ગૂંજ્યો હતો. વિરોધ પક્ષ AIADMKએ ઘટના માટે સરકારને જવાબદાર ઠેરવી હતી.

બોરીવલીમાં એક જ ઇમારતમાં પાંચ કેસ મળી આવતાં ખળભળાટ, ઇમારત સીલ, વિસ્તારમાં સતર્કતા; જાણો વિગત 

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )