News Continuous Bureau | Mumbai
દેશમાં હિન્દી ભાષાના રાજકીય ગરમાવા વચ્ચે તમિલનાડુ(Tamil nadu)ના ઉચ્ચ શિક્ષણમંત્રી ડો. કે પોનમુડી(Dr.K.Ponmudy)એ એક વિવાદાસ્પદ નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો છે.
કોઈમ્બતૂર સ્થિત ભરતિયાર યુનિવર્સિટીના કોન્વોકેશનમાં હાજર લોકોને સંબોધિત કરતા તમિલનાડુના શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, ભાષાની રીતે જોઈએ તો હિન્દી(Hindi)થી વધારે અંગ્રેજી (English)મહત્વપૂર્ણ છે. તેમણે દાવા સાથે જણાવ્યું કે હિન્દી બોલનાર લોકો બીજા વર્ગની નોકરી કરે છે, હિન્દી ભાષીઓ અહીં કોઈમ્બતુરમાં પાણીપુરી વેચે છે.
કોન્વોકેશનના મંચ પર તમિલનાડૂના રાજ્યપાલ આરએન રવિ પણ હાજર હતા. ત્યારે ડો. કે પોનમુડીએ સવાલ ઉઠાવ્યો કે જો એક આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજી(International Language) શીખવાડવામાં આવી રહી છે તો કોઈ હિન્દી ભાષા કેમ શીખે? તેમણે દાવો કર્યો કે ભારતમાં તમિલનાડુ શિક્ષણ પ્રણાલી(Tamil Nadu education system in India)માં મોખરે છે. તમિલ વિદ્યાર્થી કોઈ પણ ભાષા શીખવા માટે તૈયાર છે. જોકે, હિન્દી એક વૈકલ્પિક વિષય હોવો જોઈએ, અનિવાર્ય નહીં.
આ સમાચાર પણ વાંચો : યાત્રી કૃપયા ધ્યાન દે!! આવતી કાલે વેસ્ટર્ન રેલવેના આ સ્ટેશનની વચ્ચે પાંચ કલાકનો જમ્બો બ્લોક.. જાણો વિગત અહીં..
વિદ્યાર્થીઓને સંબોધિત કરતા શિક્ષણમંત્રીએ જણાવ્યું કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની સારી વાતોને લાગૂ કરવામાં આવશે, પરંતુ તેમણે દાવો કર્યો છે કે રાજ્ય સરકાર બે ભાષા પ્રણાલી લાગૂ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે વ્યંગ્યાત્મક લહેકામાં જણાવ્યું હતું કે, હિન્દીથી ઘણી પ્રભાવશાળી અને મૂલ્યવાન ભાષા અંગ્રેજી છે.
તેમણે દાવો કર્યો કે હિન્દી ભાષી લોકો નાની મોટી બીજા વર્ગની નોકરી કરે છે. તેઓ કહે છે કે જો તમે હિન્દી ભણશો તો તમને નોકરી મળશે? શું હકીકતમાં એવું છે!