ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ જૂન ૨૦૨૧
મંગળવાર
આજથી મહારાષ્ટ્રમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઈ રહ્યું છે. આ દરમિયાન સરકારે જાહેર કરેલી નવી નિયમાવલીથી શિક્ષકોનો એક વર્ગ નાખુશ છે. સરકારે ધોરણ ૧થી ૯ના શિક્ષકોને ઑનલાઇન લેક્ચર લેવા માટે ૫૦% હાજરી સાથે ઉપસ્થિત રહેવા કહ્યું છે. જ્યારે ધોરણ ૧૦ના શિક્ષકોને ૧૦૦ ટકા હાજરી સાથે પોતાની શાળામાં રિઝલ્ટના કામકાજ માટે બોલાવ્યા છે.
ઉપરાંત જુનિયર કૉલેજના શિક્ષકોને ઑનલાઇન લેક્ચર અને ૧૨ના રિઝલ્ટ સંદર્ભે ૧૦૦ ટકા હાજરી સાથે બોલાવ્યા છે. દસમા ધોરણનું મૂલ્યાંક શિક્ષકોએ ૨૦ જૂન સુધીમાં પૂર્ણ કરવાનું છે. રિઝલ્ટ કમિટીએ ૩૦ જૂન સુધીમાં આ માર્ક્સનો ડેટા ટેબલ ફોર્મેટમાં અપલોડ કરવાનો રહેશે. દસમા ધોરણનું પરિણામ જુલાઈના મધ્યમાં આવી શકે છે.
૪૦૦ કરોડ રૂપિયામાં બસ સ્ટેન્ડ?? આ સરકારે લીધેલો નિર્ણય. જાણો વિગત
જોકેહજી ૧૨ ધોરણના રિઝલ્ટ બનાવવાની પ્રક્રિયા સરકારે જાહેર કરી નથી. આ નિર્ણયથી ખાસ કરીને મુંબઈના શિક્ષકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. કારણ કે લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની પરવાનગી હજી આપવામાં આવી નથી. મુંબઈમાં શિક્ષકોએ ટિકિટ કઢાવ્યા વગર પ્રવાસ કરીને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.