ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑક્ટોબર, 2021
બુધવાર
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને ફરાર જાહેર કરવાની તૈયારી એક બાજુ ચાલુ છે.બીજી બાજુ પરમબીર સિંહનો પગાર અટકાવવાનો નિર્ણય રાજ્યના ગૃહ વિભાગે લીધો છે. પરમવીર સિંહ વિરુદ્ધ લુક આઉટ નોટિસ બજાવવામાં આવી છે. ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરનારા ચાંદીવાલા આયોગે પરમબીર સિંહ વિરુદ્ધ વૉરન્ટ કાઢ્યું છે. તેમને બરતરફ કરવાની પ્રક્રિયા શરૂ છે. એ પહેલાં તેમનો પગાર અટકાવવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.
કાંદિવલી ઊતર્યું સમીર વાનખેડેના સમર્થનમાં; કરવામાં આવી સહીઝુંબેશ : જાણો વિગત
એન્ટિલિયા પ્રકરણ અને વસૂલીના આરોપમાં ઘેરાયેલા પરમબીર સિંહ માંદગીની રજાના નામે મુંબઈ બહાર જતા રહ્યા હતા અને ત્યાર બાદ જુલાઈ મહિનાથી તેઓ ગાયબ છે. સિંહ સામે મુંબઈ અને થાણેમાં ખંડણી સહિત વિવિધ FIR નોંધાઈ છે. ચાંદીવાલા પંચે તેમને હાજર થવા ઘણા સમન્સ મોકલ્યા હતા. હવે સરકાર તેમને ભાગેડુ માની રહી છે. તેઓ કોઈ પણ માહિતી ન આપતાં ગેરહાજર રહ્યા છે. એથી જુલાઈ સુધીનું તેમને વેતન મળશે. વિભાગ દ્વારા આગળ આદેશ મળે ત્યાં સુધી તેમનો પગાર બંધ કરાયો છે.