ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૫ જૂન ૨૦૨૧
શનિવાર
મહારાષ્ટ્ર જ્યારે હવે રાજ્યમાં અનલૉક કરવા જઈ રહ્યું છે તએવામાં NCPના નેતા હસન મુશરિફે કહ્યું કે છે રાજ્યમાં લૉકડાઉનથી બહુ ફાયદો થયો નથી. તેમના નિવેદનથી મહાવિકાસઆઘાડી સરકાર તેમના પર કાર્યવાહી કરશે એવું લાગી રહ્યું છે. લૉકડાઉને કંઈ જ મદદ કરી નથી. હવે અનલૉકમાં, નાગરિકોએ સાવચેત રહેવાની જરૂર છે એવું નિવેદન મુશરિફે આપ્યું છે.
મુશરિફ શનિવારે કોલ્હાપુરમાં મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. “કોરોનાની આગામી લહેર મોટી હોઈ શકે છે,એથી સાવધાની રાખવી જરૂરી છે. બાળકો આ લહેરમાં સપડાઈ જાય એવી શક્યતા વધારે છે. દુકાનો ખૂલશે કે તરત લોકો ફરી ભીડ કરશે. એવું બધું ટાળવું જોઈએ.” હસન મુશરિફે લિસ્ટ બનાવી એકસાથે વસ્તુઓ ખરીદવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે ટેસ્ટમાં વધારો કર્યા વિના કોરોનાને નિયંત્રિત કરી શકાશે. રાજ્યમાં કોઈ આંકડા છુપાયેલા નથી. મુશરિફે કહ્યું કેમૃત્યુઆંક ખરેખર વધારે છે.
માંડ-માંડ બચ્યા આદિત્ય ઠાકરે; ચાલુ મિટિંગમાં અચાનક પડ્યો સ્લેબ
ઉલ્લેખનીય છે કે અહીં મુશરિફે વડા પ્રધાન ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે “વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નીરવ મોદી અને ચોકસીના સારા સંબંધ છે. એટલા માટે આ બંને સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.”