ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021
બુધવાર
ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યએ રાષ્ટ્રપતિ સમક્ષ પોતાનું રાજીનામુ ધરી દીધું છે.
તેમના રાજીનામા બાદ અટકળો લગાવવામાં આવી રહી છે કે તેમને ઉત્તર પ્રદેશમાં ભાજપ તરફથી કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે કે પછી તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી તરફથી મેદાનમાં ઉતરી શકે છે.
રાજ્યપાલના સચિવ બૃજેશ કુમાર સંતે રાજીનામાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, તેમણે પોતાનું રાજીનામુ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલી આપ્યુ છે, જેનો હજુ સ્વીકાર થયો નથી.
બે દિવસ પહેલા નવી દિલ્હી ખાતે ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાત બાદથી જ તેમના રાજીનામાની ચર્ચાએ જોર પકડ્યું હતું.
3 વર્ષ પહેલા ઉત્તરાખંડના રાજ્યપાલ તરીકેની કમાન સંભાળનારા આગ્રાના રહેવાસી બેબી રાની મૌર્ય પ્રદેશના બીજા મહિલા રાજ્યપાલ હતા. તેમના પહેલા મારગ્રેટ આલ્વા પ્રદેશના રાજ્યપાલ રહી ચુક્યા હતા.
પત્નીએ દગો આપ્યા બાદ પાગલ થઈ ગયો હતો આ અભિનેતા, હવે થઈ ગયા છે આવા હાલ; જાણો કોણ છે તે અભિનેતા