રાજ્ય

 નૈનિતાલ હાઈ કોર્ટે ચારધામ યાત્રા પર આ તારીખ સુધી મૂક્યો પ્રતિબંધ, સરકાર પાસેથી યાત્રાના નિયમો અંગે માગ્યો વિસ્તૃત અહેવાલ; જાણો વિગત 

Jun, 16 2021


ઉત્તરાખંડ સરકારે ચમૌલી, રુદ્રપ્રયાગ અને ઉત્તર કાશીના લોકો માટે ચારધામ યાત્રા ખોલવાના પોતાના આદેશને સ્થગિત કરી નાખ્યો છે. 

નૈનિતાલ હાઈ કોર્ટે ચારધામ યાત્રા શરૂ કરવા પર 22 જૂન સુધી પ્રતિબંધ મૂક્યો છે અને સરકાર પાસેથી ચારધામ યાત્રાને લઈને બનાવેલા નિયમો અને શું વ્યવસ્થા કરવામાં આવી છે એ અંગે વિગતવાર સોગંદનામું રજૂ કરવા જણાવ્યું છે. હવે આગામી સુનાવણી 23 જૂને થશે. 

આ આદેશ ચીફ જસ્ટિસ રવીન્દ્રસિંહ ચૌહાણ અને જસ્ટિસ આલોકકુમાર વર્માની ડિવિઝન બેન્ચ દ્વારા આપવામાં આવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે આની પહેલાં સરકાર દ્વારા ચારધામ યાત્રાને લઈને જિલ્લાસ્તર પર પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ આરટી પીસીઆર નેગેટિવ રિપૉર્ટ જરૂરી હતો 

 

મુંબઈગરા માટે લોકલ ટ્રેનનો પ્રવાસ હજી દૂર; વિજય વડેટ્ટીવારે આપ્યું આ નિવેદન, જાણો વિગત

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )