News Continuous Bureau | Mumbai
બુધવારે રાજ્યસભામાં નવા ક્રિમિનલ પ્રોસિઝર બિલ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન સંજય રાઉતનો બોલવાનો સમય પૂરો થતા રાજ્યસભાના તાલિકા અધ્યક્ષ(ટેબલ પ્રેસીડન્ટ) તેમને નીચે બેસવા કહ્યું હતું. છતાં તેઓએ બોલવાનું ચાલુ રાખતા તેમનું માઈક બંધ કરી દેવામાં આવ્યું હતું. તેથી રાજ્યસભામાં પણ તેમનો અવાજ બંધ કરવામાં આવ્યો હોવાની ચર્ચા રાજ્કીય વર્તુળમાં થઈ રહી છે.
શિવસેનાના સાંસદ સંજય રાઉત પર મંગળવારે ઈડીએ કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીને સંજય રાઉતે રાજ્કીય બદલાનો ભાગ ગણાવી કેન્દ્ર સરકારની ટીકા કરી હતી હતી. તેમણે રાજયસભામાં નવા બિલ પર ચાલી રહેલી ચર્ચા સમયે નવા કાયદાનો તપાસ એજેન્સી તરફથી ગેરઉપયોગ થવાની શક્યતા પણ વ્યક્ત કરી હતી. કેન્દ્ર સરકાર વિરુદ્ધ બોલનારાઓને ગુનેગાર બનાવી દેવામાં આવે છે. તપાસ યંત્રણાને રાક્ષસ બનાવવામાં આવી રહી છે. તેના કરતા દેશમાં માર્શલ કાયદો લાવો એવી ટીકા પણ સંજય રાઉતે કરી હતી.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં નજીવો વધારો. જાણો તાજા આંકડા અહીં.
કાયદાનો ગેરઉપયોગ ના થાય એવું આશ્વાસન આપવામાં આવી રહ્યું છે, પરંતુ કેન્દ્ર સરકાર શું અમારી આંખમાં આંખ મિલાવીને તે કહી શકે છે? એવો સવાલ પણ તેમણે પોતાના ભાષણમાં કર્યો હતો. આ દરમિયાન તેમનો ભાષણનો સમય પૂરો થતા તેમને નીચે બેસવાનું કહેવામાં આવ્યું હતું. છતાં તેઓએ પોતાનું ભાષણ ચાલુ રાખ્યું હતું. તેથી તેમનું માઈક બંધ કરી દેવામાં આવ્યું હતું.