ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,5 જાન્યુઆરી 2022
બુધવાર.
જે બેઠક પર સમગ્ર રાજ્યનું ધ્યાન કેન્દ્રિત થયું હતું. તે કેબિનેટ બેઠક તાજેતરમાં સમાપ્ત થઈ. હાલમાં રાજ્ય સરકારે લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો નથી. જો કે, રાજ્ય સરકાર પ્રતિબંધોને વધુ કડક બનાવવા માંગે છે. નવા નિયમોની જાહેરાત આજે રાત્રે થાય તેવી અપેક્ષા છે. મંત્રાલયમાં બેઠકનો અહેવાલ મુખ્યમંત્રીને સોંપવામાં આવશે. આથી મુખ્યપ્રધાન કયા પ્રતિબંધો લગાવે છે તે જોવું અગત્યનું રહેશે. આજની બેઠકમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે અને મહત્ત્વના અધિકારીઓએ હાજરી આપી હતી.
રાજ્યમાં કોરોના સંકટ વધુ વકરી રહ્યું છે, મંગળવારે 18 હજારથી વધુ કોરોના દર્દીઓ સામે આવ્યા છે. આરોગ્ય પ્રધાને અગાઉ કહ્યું હતું કે રાજ્યમાં હાલમાં લોકડાઉન લાગુ કરવામાં આવશે નહીં અને નિયંત્રણો વધુ કડક કરવામાં આવશે. કોરોના દર્દીઓની વધતી સંખ્યા ચિંતાનો વિષય બની ગઈ છે. રાજ્યમાં ઓમેક્રોન સંક્રમિત દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી હોવાનું જણાય છે. ગઈકાલે રાજ્યમાં ઓમેક્રોનના અન્ય 75 કેસ નોંધાયા હતા.