News Continuous Bureau | Mumbai
દિલ્હી-NCRમાં દિવાળી(Diwali) પર પ્રતિબંધ છતાં કેટલાક વિસ્તારોમાં ફટાકડા(Burning fire craker) ફોડવામાં આવ્યા હતા. ગુરુગ્રામમાં એક ચાલતી કારની ટ્રન્ક પર રાખીને આતશબાજી કરવામાં આવી હતી. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે વાયરલ થઈ રહેલો વીડિયો ગુરુગ્રામ(Gurugram) ના સાયબર હબ વિસ્તારનો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, કાળા રંગની હુન્ડાઈ વરના કારને ડ્રાઇવર બેદરકારીથી ચલાવી રહ્યો છે. કારની ટ્રન્કથી એક બાદ એક સ્કાય શોટ ફટાકડા છોડવામાં આવી રહ્યા છે. તો કારની પાછળ ચાલી રહેલા કોઈએ તેનો વીડિયો બનાવ્યો, જે હવે વાયરલ થઈ રહ્યો છે.
# : # #Diwali #car #firecrackers #Gurugram #NCR pic.twitter.com/qUiQhbucIy
— Gurmeet Singh, IIS (@Gurmeet_Singhhh) October 28, 2022
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મહારાષ્ટ્ર રાજભવન ખાતે જોવા મળ્યો અદ્ભૂત નજારો- મોરની જોડીએ માણયો સૂર્યાસ્તનો આનંદ- જુઓ ફોટોગ્રાફ્સ
આ વીડિયો વાયરલ થતા દિલ્હી(Delhi) ના DLF ફેઝ-3 પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયો છે. આ કેસમાં સિકંદરપુરના 3 યુવકોની ધરપકડ કરી લેવામાં આવી છે.