દવા નિર્માતા કંપની ઝાયડસ કેડિલાને યુએસ હેલ્થ રેગ્યુલેટર દ્વારા તેના ફુલવેસ્ટ્રેંટ ઈંજેક્શનનેને અંતિમ મંજૂરી મળી ગઈ છે. આ ઈંજેક્શન બ્રેસ્ટ કેન્સરની સારવારમાં વપરાય છે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે ઝાયડસ કેડિલાને યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનથી ફૂલવેસ્ટ્રેંટ ઈંજેક્શન, 250 mg/5 ml/(50mg/ml) પ્રતિ સિંગલ ડોઝ પ્રી ફિલ્ડ સિરિઝને બજારમાં ઉતારવા માટેની જરૂરી અંતિમ મંજૂરી મળી ગઈ છે.
ફુલવેસ્ટ્રેટ ઇન્જેક્શનનો ઉપયોગ સ્વતંત્ર કે અન્ય દવાઓ સાથે એક ચોક્કસ પ્રકારના હોર્મોન રિસેપ્ટર પોઝિટિવ, એડવાઇસ બ્રેસ્ટ કેન્સર કે બ્રેસ્ટ કેન્સરના ઇલાજ માટે કરવામાં આવે છે, જે શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાય છે.
આ દવાનું ઉત્પાદન ઝાયડસ બાયોલોજિકલ, અમદાવાદમાં ગૃપની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં કરવામાં આવશે. આ સાથે ગૃપને અત્યારસુધીમાં કુલ 320 અપ્રુવલ મળી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2003-04માં દાખલ કરવા માટેની પ્રક્રિયા શરૂ કર્યા બાદથી અત્યાર સુધીમાં કુલ 400થી વધુ નવી દવા માટેની અરજીઓ આપી છે.