News Continuous Bureau | Mumbai
નડિયાદમાંથી ડુપ્લિકેટ હળદર બનાવવાનું એક કારખાનું ઝડપાયું છે. આશ્ચર્યની વાત એ છે કે, હળદર પાવડર બનાવવા માટે કારખાનમાં સૂકી હળદર જ નહોતી. ચોખાની કણકીમાં કેમિકલ મિક્સ કરીને ડુપ્લિકેટ હળદર પાવડર બનાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળતી માહિતી મુજબ, નડિયાદ પોલીસને બાતમી મળી હતી કે, ડુપ્લિકેટ દારૂ બનાવવા માટે નડિયાદના મિલ રોડ વિસ્તારમાં એક ફેક્ટરીમાં મોટી માત્રામાં કેમિકલ ઉતારાયું છે. આથી પોલીસે બાતમીના આધારે સ્થળ પર દરોડો પાડ્યો હતો. પરંતુ, જ્યારે પોલીસ તે સ્થળ પર પહોંચી તો ડુપ્લિકેટ દારૂના કેમિકલના બદલે ડુપ્લિકેટ હળદર બ્નાવવાનું કારખાનું મળી આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો: માનવતાને શરમાવે તેવી ઘટના, કારમાં પડેલા મૃતદેહથી વકીલ કરાવી રહ્યો છે સહી.. વિડીયો જોઈને આવી જશે ગુસ્સો..
આ મામલે તપાસ કરતા પોલીસને જાણ થઈ કે ચોખાની કણકીમાં કેમિકલ મિક્સ કરી તેને મશીનમાં દળતા હતા અને નકલી હળદર પાવડર બનાવતા હતા. આશ્ચર્યની વાત્ એ છે કે કારખાનામાં ક્યાંય સૂકી હળદર જોવા મળી નહોતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લેબ મોકલ્યા નડિયાદ શહેર પોલીસે આ મામલે નડિયાદ સ્થિત જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને માહિતી આપી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા ફેક્ટરીમાંથી વિવિધ સેમ્પલ લઈ પૃથ્થકરણ અંગે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી.