News Continuous Bureau | Mumbai
ગુજરાત હાઈકોર્ટમાં ચાર લોકોએ એક સાથે જજની સામે સુનાવણી ચાલી રહી હતી એ દરમિયાન ફિનાઈલ ગટગટાવ્યું હતું. આ ઘટનાથી કોર્ટરૂમમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ ઘટનાથી જજ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. થોડા સમય માટે કોર્ટના કામકાજને પણ અસર થઈ હતી.
ગુજરાત હાઈકોર્ટમાં ચાર લોકોએ ( PEOPLE) એક સાથે ફિનાઈલ પીધાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. હાઈકોર્ટના જજની સામે સુનાવણી ચાલી રહી હતી, ત્યારે અચાનક ચાર લોકોએ કોર્ટ રૂમમાં (COURT ROOM) એક સાથે ફિનાઈલ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સ્થિતિ સંભાળી સારવાર માટે મોકલી આપ્યા હતા.
લોનધારક એવા શૈલેષભાઈ અને તેમના પત્ની જયશ્રીબેન પાસેથી લોનના નામે ફ્રોડ થતા પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. ધંધા માટે પાસ કરાવેલી લોન ન મળતા વચ્ચેથી કોણ રુપિયા ગાયબ કરી ગયું એ મામલે ફ્રોડ થતા ભારે મુશ્કેલી સર્જાતા આ મામલે ફરીયાદ દાખલ કરી હતી. આ લોનના કેસ મામલે ત્રણ જેટલા આરોપીઓએ આ મામલે આગોતરા માટે જામીન અરજી હાઈકોર્ટમાં કરી હતી.
કોર્ટમાં જજ (JUDGE) સમક્ષ હાજર થયેલા લોકોમાં બે નિકોલના રહેવાસી છે, જ્યારે એક વ્યક્તિ ઘાટલોડિયાનો અને એક વ્યક્તિ ચાંદખેડાનો છે. ભરચક કોર્ટરૂમમાં ચાર વ્યક્તિઓએ ફિનાઇલ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ અને વકીલોએ તેઓને પકડ્યા ત્યાં સુધીમાં તેઓએ ઝેરી ફિનાઈલ પી લીધું હતું. આ ઘટનાથી કોર્ટરૂમમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો મોદી શાસનમાં 50 વર્ષમાં સૌથી વધુ શાંતિપૂર્ણ બન્યો દેશ, જાણો શું કહે છે NCRB ડેટા