News Continuous Bureau | Mumbai
ગુજરાતમાં ( gujarat ) આમ આદમી પાર્ટીએ ( AAP ) પોતાનું ખાતું ખોલાવ્યું છે. અહીં 8 ડિસેમ્બરે આવેલ ચૂંટણી પરિણામોમાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી (વિસાવદર), ઉમેશ મકવાણા (બોટાદ), હેમંત ખાવા (જામજોધપુર), સુધીર વાઘાણી (ગારિયાધાર) અને ચેતર વસાવા (દેડિયાપાડા)ને જીત હાંસલ થઈ હતી.
જોકે આ જીત મળ્યા પછી ભુપત ભાયાણી નામ ના ધારાસભ્ય ( MLA ) ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. ત્યારબાદ અટકળોનું બજાર ગરમ થયું હતું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ભાજપમાં જોડાઇ જશે. ત્યારે આ તમામ ધારાસભ્યોએ દિલ્હી ખાતે પાર્ટીના અધ્યક્ષ તેમ જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ( Arvind Kejriwal ) મુલાકાત ( meet ) કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી એ આ સંદર્ભે ની તસવીરો સોશિયલ મીડિયા પર મૂકી હતી.
આ સમાચાર પણ વાંચો: Avatar-The Way Of Water: જેની આશંકા હતી તે જ થયું, અવતાર-2 થિયેટર પહેલા ઇન્ટરનેટ પર લીક થઈ ગયું
હવે પ્રશ્ન એ પેદા થાય છે કે શું આ ધારા સભ્યો ભાજપમાં પ્રવેશ કરશે?
Join Our WhatsApp Community