ભાજપના ઉમેદવાર બાબુભાઈ બોખીરીયા સતત બે ટર્મ થી ચૂંટણીમાં વિનેતા બન્યા હતા. આ વખતેની ચૂંટણી ભારે રસાકસી ભરી હતી. બાબુભાઈ આ વખતે જીતી અને હેટ્રીક મારશે કે કેમ તેના પર સૌની મીટ મંડાઇ હતી. પરંતુ બાબુભાઈ ચૂંટણીમાં પરાજિત થતા હેટ્રીક ચૂકી ગયા છે.
ગુજરાતના પોરબંદર જિલ્લાની 84 કુતિયાણા વિધાનસભા બેઠક પર આ વખતે સપા એટલે કે સમાજવાદી પાર્ટીના કાંધલભાઇ જાડેજાને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઢેલીબેન ઓડેદરા, કોંગ્રેસના ઉમેદવાર નાથાભાઇ ઓડેદરા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભીમાભાઇ મકવાણા વચ્ચે ચોપાખીંયો ચુંટણી જંગ ખેલાયો હતો. જેમાં સપાના ઉમેદવાર કાંધલભાઇ જાડેજાને 60,744 મત મળ્યા હતા અને તેમનો વિજય થયો હતો જ્યારે બીજા નંબરે ભાજપના ઉમેદવાર ઢેલીબેન ઓડેદરાને રહ્યા હતા. તેમને 34,032 મત મળ્યા હતા, જ્યારે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભીમાભાઇ દાનાભાઇ મકવાણાને 19,557 મત મળ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર નાથાભાઇ ઓડેદરાને આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરતા પણ ઓછા માત્ર 8,841 મત મળ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: નીલ ગાયનો ખેડૂત પર ખેતરમાં હુમલો કરી ઉછાળી ઉછાળી પટકી મોતને ઘાટ ઉતાર્યો, બચવા ગયેલ યુવક પર હુમલો
જિલ્લાની 2 બેઠકો પર નોટામાં પડેલા કુલ મત
બેઠકનું નામ નોટામાં મત પડેલા મત ટકામાં
83 પોરબંદર 2769 1.67
84 કુતિયાણા 1963 1.52
પોસ્ટલ બેલેટથી થયેલું મતદાન
83 પોરબંદર 1318
84 કુતિયાણા 81