News Continuous Bureau | Mumbai
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને ધ્યાનમાં રાખી ADR અને ગુજરાત ઇલેક્શન (Gujarat Election) વોચે પ્રથમ તબક્કાના ઉમેદવારોનો અહેવાલ જારી કર્યો છે. આ અહેવાલમાં ચૂંટણીના પ્રથમ તબક્કાના ઉમેદવારોમાં ગુનાહીત ઈતિહાસ ( Criminal history of candidates ) ધરાવતા ઉમેદવારો પણ સામે આવ્યા છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફર્મ્સ દ્વારા આ ઉમેદવારોના ગુનાહિત ઈતિહાસ અંગેનો એક અહેવાલ બહાર પડાયો છે. જેમાં આપના ઉમેદવારની સંખ્યા ગુનાહીત ઈતિહાસમાં સૌથી વધુ છે.
ગંભીર ગુનાઓ ધરાવતા ઉમેદવારો
આમ આદમી પાર્ટી (AAP) ના પ્રથમ તબક્કાના કુલ 88 માંથી 26 ઉમેદવારો એટલે કે, 30%, જ્યારે કોંગ્રેસના 89 ઉમેદવારમાંથી 18 ઉમેદવારો એટલે કે, 20%, તેમજ BJPના 89માંથી 11 ઉમેદવારો એટલે કે, 12% તેમજ BTPના 14 માંથી 1 ઉમેદવારો સામે ગંભીર ગુનોઓ નોંધાયા છે.
21 ટકા ઉમેદવારો પર ગુનાઓ દાખલ
એડીઆરના રીપોર્ટમાં ગુનાહિત ઇતિહાસના અહેવાલો તેમજ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અને મિલકતના અહેવાલો પણ જાહેર કરવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં પ્રથમ તબક્કાની 89 વિધાનસભા ચૂંટણીના 788 ઉમેદવારોના સોગંદનામાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કાની વિધાનસભા બેઠક માટેના 788 ઉમેદવારોમાંથી 167 ઉમેદવારો એટલે કે, 21 ટકા ઉમેદવારો પર ગુનાઓ દાખલ છે. આ 167 ઉમેદવારોમાંથી 100 એટલે કે13 ટકા સામે તો ગંભીર ગુના નોંધાયેલા છે.
આ સમાચાર પણ વાંચો: શું તમે મેન્યુઅલ ગિયરવાળી કાર ચલાવો છો? તો ભૂલથી પણ ન કરતા આ 5 ભૂલો! નહીં તો થશે ભારે નુકસાન
પક્ષ દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારો
આમ આદમી પાર્ટીના 88 ઉમેદવારોમાંથી 32 ઉમેદવારો સામે એટલે કે, 36 ટકા સામે ફોજદારી કેસ દાખલ છે જ્યારે કોંગ્રેસના 89માંથી 31 એટલે કે, 35 ટકા ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે આ ઉપરાંત ભાજપના 89માંથી 14 ઉમેદવારો એટલે કે, 16 ટકા સામે ફોજદારી કેસ દાખલ છે તેમજ BTPના 14 ઉમેદવારોમાંથી 4 ઉમેદવારો સામે આ પ્રકારના કેસો નોંધવામાં આવ્યો છે.
2017માં હતી આ સ્થિતિ
તમને જણાવી દઈએ કે 2017માં પ્રથમ તબક્કામાં ઉભા રહેલા 923 ઉમેદવારોમાંથી 137 ઉમેદવારોનો ગુનાહિત ઈતિહાસ હતો જ્યારે 2017માં 78 ઉમેદવારો પર ગંભીર ગુનાઈત ઈતિહાસ હતો. આમ, 2017ની સરખામણીમાં 2022માં ગંભીર ગુનાઓ માટે વધુ ઉમેદવારો જોવા મળી રહ્યા છે.
મહિલા સંબંધિત ગુનાઓ ધરાવતા ઉમેદવારો
પ્રથમ તબક્કાની 89 બેઠકો પર કુલ 9 ઉમેદવારો પર મહિલાઓ પર અત્યાચારના કેસ નોંધાયા છે. આ ઉપરાંત, IPC-302 હેઠળના ગુનાઓ 3 ઉમેદવારો સામે નોંધવામાં આવ્યા છે જ્યારે IPC 307 હેઠળના ગુનાઓ 12 ઉમેદવારો સામે નોંધવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો: સુરતમાં સર્જાયા ‘ફિર હેરા ફેરી’ જેવા દ્રશ્યો.. પોલીસને જોઈ કોંગ્રેસી નેતા અધધ 75 લાખ છોડીને ભર રસ્તે દોડ્યા.. જુઓ વિડીયો જાણો વિગતે