Site icon

આવું તે કેવું? 512 કિલો ડુંગળી વેચ્યા બાદ ખેડૂતને માત્ર 2 રૂપિયાની જ કમાણી, જાણો આખો મામલો

મહારાષ્ટ્રમાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતોની મુશ્કેલીઓ ખતમ થવાનું નામ નથી લઈ રહી. છેલ્લા કેટલાક મહિનાઓથી ડુંગળીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતો નિરાશ થયા છે, ખેડૂતોનું કહેવું છે કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ડુંગળીના ઘટતા ભાવે અમને રડાવી દીધા છે. હાલમાં, રાજ્યની ઘણી મંડીઓમાં, ખેડૂતોને માત્ર 1 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળીનો ભાવ મળી રહ્યો છે. ખેડૂતો જણાવે છે કે જ્યારે ડુંગળીની ખેતીનો પ્રતિ કિલો ખર્ચ 18 થી 20 રૂપિયા છે. આવી સ્થિતિમાં ખેડૂતો તેમની કિંમત પણ વસૂલ કરી શકતા નથી. પરંતુ, મહારાષ્ટ્રના ડુંગળીના ખેડૂતને 500 કિલો ડુંગળી વેચવા પર માત્ર 2 રૂપિયા ચૂકવવાનો મુદ્દો આ દિવસોમાં ચર્ચામાં છે.

After selling 512 kg of onion, the farmer earns only 2 rupees, know the whole case

આવું તે કેવું? 512 કિલો ડુંગળી વેચ્યા બાદ ખેડૂતને માત્ર 2 રૂપિયાની જ કમાણી, જાણો આખો મામલો

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતોની મુશ્કેલીઓ ખતમ થવાનું નામ નથી લઈ રહી. છેલ્લા કેટલાક મહિનાઓથી ડુંગળીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતો નિરાશ થયા છે, ખેડૂતોનું કહેવું છે કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ડુંગળીના ઘટતા ભાવે અમને રડાવી દીધા છે. હાલમાં, રાજ્યની ઘણી મંડીઓમાં, ખેડૂતોને માત્ર 1 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળીનો ભાવ મળી રહ્યો છે. ખેડૂતો જણાવે છે કે જ્યારે ડુંગળીની ખેતીનો પ્રતિ કિલો ખર્ચ 18 થી 20 રૂપિયા છે. આવી સ્થિતિમાં ખેડૂતો તેમની કિંમત પણ વસૂલ કરી શકતા નથી. પરંતુ, મહારાષ્ટ્રના ડુંગળીના ખેડૂતને 500 કિલો ડુંગળી વેચવા પર માત્ર 2 રૂપિયા ચૂકવવાનો મુદ્દો આ દિવસોમાં ચર્ચામાં છે.

Join Our WhatsApp Community

17 ફેબ્રુઆરીએ સોલાપુર જિલ્લાના બાર્શી જિલ્લાના રાજેન્દ્ર ચવ્હાણ નામના ખેડૂતે સોલાપુર માર્કેટ યાર્ડમાં લગભગ પાંચસો કિલો ડુંગળીનું વેચાણ કર્યું હતું. ડુંગળીના ભાવ ઘટવાને કારણે ખેડૂતને 1 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ મળ્યો છે. કારના ભાડા, હમાલી, તોલાઈના પૈસા બાદ કર્યા બાદ માત્ર બે રૂપિયા બચ્યા હતા. માર્કેટયાર્ડમાં એક વેપારી ટ્રેડર્સે બે રૂપિયાનો ચેક આપી ખેડૂતની મજાક ઉડાવી હતી એટલું જ નહીં ચેક પર તારીખ પણ 8 માર્ચ 2023 લખવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : ગર્વની વાત.. વર્લ્ડ બેન્ક પણ હવે ભારતીય સંભાળશે, આ વ્યક્તિ બનશે નવા CEO. યુએસ પ્રમુખ બાઈડને કર્યા નોમિનેટ.

દરમિયાન હવે ખેડૂતને આપવામાં આવેલ રસીદ અને ચેક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સ્વાભિમાની શેતકર સંગઠનના નેતા અને પૂર્વ સાંસદ રાજુ શેટ્ટીએ પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. ખેડૂતે જણાવ્યું હતું કે સખત મહેનત કરીને અમારે પાકમાંથી આવક મળવાની હતી અને આ રીતે ભાવ ઘટવાથી જો અમને ખેડૂતોને ન્યાય નહીં મળે તો અમે મુંબઈમાં મંત્રાલયની સામે આત્મવિલોપન કરીશું તેવી ચીમકી આપી છે.

ખેડૂતના જણાવ્યા મુજબ, 17મીએ સોલાપુર એપીએમસીમાં કુલ 10 ગુણી ડુંગળી વેચાણ માટે લાવવામાં આવી હતી. આઠ બોરીનું વજન 402 કિલો હતું અને બાકીના બે બોરીનું વજન 110 કિલો હતું. ડુંગળીના ભાવ ચાર વર્ષની નીચી સપાટીએ આવતા ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ 100 રૂપિયાનો ભાવ મળ્યો છે. ખેડૂતનું કૂલ બિલ રૂ.512 હતું. રૂ. 509 ટ્રાન્સપોર્ટેશન, વજન અને વાહન ભાડે ખર્ચવામાં આવ્યા હતા. આથી જ્યારે તેના હાથમાં માત્ર બે રૂપિયા બચ્યા ત્યારે વેપારીએ તેને બે રૂપિયાનો ચેક આપ્યો.

ચેકનો ફોટો વાયરલ થતા ગુસ્સે ભરાયેલા સ્વાભિમાની ખેડૂત સંગઠનના નેતા અને પૂર્વ સાંસદ રાજુ શેટ્ટીએ સરકારની ટીકા કરતા કહ્યું કે રાજકારણીઓને શરમ આવવી જોઈએ. આવી સ્થિતિમાં ખેડૂતો કેવી રીતે જીવી શકશે? એક તરફ બિલ ન ભરવા માટે તેમનું વીજળીનું કનેક્શન કાપી નાખવામાં આવે છે અને તેમની નજર સામે તેમનો પાક નાશ પામે છે અને જો તેઓ બારોબાર વસૂલ કરીને માલ લાવે તો તેમના હાથમાં કશું રહેતું નથી. બે રૂપિયાનો ચેક આપતા બેશરમ વેપારીને શરમ ન આવી?

આ સમાચાર પણ વાંચો : ગોઝારો દિવસ.. છત્તીસગઢમાં ટ્રેક અને પીકઅપ વાન વચ્ચે ગમખ્વાર સર્જાયો અકસ્માત, એક જ પરિવારના આટલા લોકોના નિપજ્યા મોત..

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિનાથી સોલાપુર APMCમાં ડુંગળીની આવક વધી છે અને સારી ગુણવત્તાવાળી ડુંગળીનો ભાવ આજે 1,000 થી 1,400 રૂપિયા છે. જો ડુંગળીની આવક ઓછી હોય અને માંગ વધુ હોય તો નાશવંત ઉત્પાદન પણ સારો ભાવ આપે છે. નહિંતર, માલની ગુણવત્તા જોઈને કિંમત નક્કી કરવામાં આવે છે. વેપારીઓના જણાવ્યાનુસાર બજારના નિયમો અનુસાર તમામ વ્યવહારો ચેક દ્વારા થાય છે.

Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Security: સુરક્ષા માટે દક્ષિણ મુંબઈના હાઇ-સિક્યોરિટી ઝોનમાં વિરોધ પર નિયંત્રણની માંગ, Milind Deora દ્વારા CM ને પત્ર
Maratha Reservation: જરાંગેના આંદોલન થી ઓબીસી સમાજ અને મરાઠા નથી સંતુષ્ટ! જાણો શું થશે ભાજપ પર તેની અસર
Maharashtra: મહારાષ્ટ્ર માં હવે પ્રાઇવેટ સેક્ટરમાં હવે આટલા કલાકની ડ્યુટી, કેબિનેટે સુધારાને આપી મંજૂરી,જાણો ઓવરટાઇમમાં શું થયા ફેરફાર
Exit mobile version