News Continuous Bureau | Mumbai
અમરેલીમાં દામનગરમાં આ ઘટના બની હતી. જેમાં શ્વાનના ટોળાએ 3 વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. અગાઉ સુરતમાં આ પ્રકારની ઘટનામાં બાળકનું સારવાર બાદ મોત થયું હતું ત્યારે ફરી આ પ્રકારે કિસ્સો સામે આવ્યો છે. વાડી કામ કરતા શ્રમજીવી પરીવારના બાળક પર આ પ્રકારે હુમલો કરવામાં આવ્યો હતો. બચકા ભરતા નાની કુમળી વયના બાળકો માટે આ હુમલો સહન કરવો મુશ્કેલ બની જાય છે. કેમ કે, અગાઉ સુરતમાં પણ શ્વાને બાળક પર હુમલો કરતા 40 જેટલા બચકા ભર્યા હતા. અમરેલીમાં દાનગરની ઘટનામાં પણ બાળકનો જીવ બચાવી શકાયો નથી.
આ સમાચાર પણ વાંચો: કાશ્મીરમાં આતંક મચાવવાનું મોટું ષડયંત્ર નિષ્ફળ, ઘૂસણખોરી કરતા 3 આતંકીઓને એલઓસી પરથી આ રીતે પકડ્યા
દામનગરની આ ઘટનાની વાત કરીએ તો ગઈકાલે શ્રમજીવી પરીવારના 3 વર્ષના બાળકનો જીવ ગયો હતો. છોટાઉદેપુરથી પરીવાર દામનગર આવ્યો હતો ત્યારે શ્રમજીવીના પરીવારના બાળક સાથે આ પ્રકારની ઘટના ઘટી હતી. એક તરફ શ્વાનના ખસીકરણ માટે મોટો ખર્ચ થાય છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ પણ શ્વાન કાબુમાં ના આવતા બની રહી છે. જેથી ખરા અર્થમાં એક તરફ આ પ્રકારની ઘટનાઓ ગંભીર કહી શકાય છે.
આ પ્રકારની ઘટનાઓ ખરા અર્થમાં ચિંતાજનક છે. તંત્ર સામે આ પ્રકાર રખડતા અને ઘાતકી હુમલો કરતા શ્વાન ચિંતાજનક છે. અગાઉ એક વૃદ્ધા પર પણ સુરતમાં શ્વાનના ટોળાએ હુમલો કરતા વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આમ વિવિધ વિસ્તારોમાં આ પ્રકારની ઘટનાઓ એક પછી એક બની રહી છે.