News Continuous Bureau | Mumbai
યુપીના ગાઝિયાબાદમાં જૈન યુવકના ધર્મ પરિવર્તનનો મામલો સામે આવ્યો છે. છોકરાની ઉંમર માત્ર 17 વર્ષની છે અને તેણે ઝાકિર નાઈકથી પ્રભાવિત થઈને ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો. પરિવારને તેના આ પગલાની જાણ થઈ, ત્યારબાદ તે દિવસમાં 5 વખત જીમમાં જવાનું કહીને કલાકો સુધી ગાયબ રહેવા લાગ્યો. પિતા જ્યારે તેની પાછળ ગયા ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ કારણ કે તેમનો જૈન પુત્ર હવે નમાઝ અદા કરવા મસ્જિદમાં જાય છે. છેવટે જ્યારે સત્ય બહાર આવ્યું ત્યારે છોકરાએ સ્વીકાર્યું કે તે હવે મુસ્લિમ બની ગયો છે અને ધર્મ પરિવર્તન કરી લીધું છે. હવે છોકરો પણ કહે છે કે જો તમે મને ઘરમાંથી કાઢી મુકશો તો હું મસ્જિદમાં રહીશ. આ મામલામાં છોકરાના પિતાએ મસ્જિદના મૌલવી અને મુંબઈના એક મુસ્લિમ યુવક વિરુદ્ધ FIR દાખલ કરી છે. ઓનલાઈન ગેમ રમતી વખતે તે જ મુસ્લિમ છોકરાના સંપર્કમાં આવ્યા બાદ છોકરાના વર્તનમાં ફેરફાર શરૂ થયો હતો.
આ સમાચાર પણ વાંચો: RBIની તૈયારી / RTGS અને NEFT થયું જુનું, નવી પેમેન્ટ સિસ્ટમ લાવવાની તૈયારીમાં કેન્દ્રીય બેંક
શું છે સમગ્ર મામલો
જૈન પરિવારનો આ નાનો દીકરો દરરોજ 5 વખત જીમ માટે ઘરેથી નીકળવા લાગ્યો. આવી સ્થિતિમાં જ્યારે તેના પિતાને શંકા ગઈ ત્યારે તેમણે તેનો મોબાઈલ અને લેપટોપ ચેક કર્યું, જેમાં જાણવા મળ્યું કે છોકરો મુંબઈના એક મુસ્લિમ વ્યક્તિના સંપર્કમાં હતો અને ઝાકિર નાઈકથી પ્રભાવિત હતો. આ છોકરાએ તેના પિતા સમક્ષ કબૂલાત કરી છે કે તેણે ઈસ્લામ કબૂલ કર્યો છે.
છોકરાના પિતાનું કહેવું છે કે જ્યારે તેમને તેમના પુત્રની ગતિવિધિઓ પર શંકા ગઈ, ત્યારે તેમને તેનો પીછો કર્યો અને તેમને ખબર પડી કે તે સંજયનગર સેક્ટર-23માં આવેલી મસ્જિદમાં નમાઝ અદા કરવા જાય છે. હવે તેમનો દીકરો ઇસ્લામને અન્ય ધર્મો કરતાં વધુ સારો કહે છે અને કહે છે કે તેણે દિલથી ઇસ્લામ સ્વીકાર્યો છે. પિતા કહે છે કે જ્યારે મેં પુત્રનો મોબાઈલ-લેપટોપ તપાસ્યો તો તેમાં ઈસ્લામ ધર્મ સાથે જોડાયેલી ઘણી સામગ્રી મળી આવી હતી.
આ સમાચાર પણ વાંચો: ઝાટકો / Go First એરલાઈનનું સંકટ વધુ ઘેરું બન્યું, એરલાઈને 4 જૂન સુધી રદ કરી તમામ ફ્લાઈટ્સ
પીડિતના પિતા કહે છે, ‘મારો પુત્ર સગીર છે, જે પોતાનું સારું કે ખરાબ સમજવામાં સંપૂર્ણપણે અસમર્થ છે. આ લોકોએ મારા દીકરાને ભોળવીને ધર્માંતરણ કરાવ્યું છે. મને ડર છે કે પુત્રનો ઉપયોગ દેશવિરોધી પ્રવૃત્તિઓમાં થઈ શકે છે. મને જાણવા મળ્યું છે કે આ તમામ લોકો મળીને આંતરરાષ્ટ્રીય સ્તરે ગેંગ ચલાવી રહ્યા છે. આમાં સંજયનગર સેક્ટર-23ની મસ્જિદ જોડાયેલી હોવાની સંભાવના છે. જ્યારે હું મસ્જિદમાં ગયો તો ત્યાં કોઈએ મને નક્કર જવાબ આપ્યો નહીં. મારો દીકરો આ જાળમાં એટલો ફસાઈ ગયો છે કે હવે તે કહે છે કે તેને ઘરમાંથી કાઢી મૂકશે તો તે મસ્જિદમાં જઈને રહેશે, તેણે મૌલવી સાથે વાત પણ કરી છે.
આ મામલે ગાઝિયાબાદ પોલીસના એસીપી અભિષેક શ્રીવાસ્તવનું કહેવું છે કે સંજયનગર સેક્ટર-23ની મસ્જિદના ઈમામ અને મુંબઈના બદ્દો નામના વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. મામલાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
Join Our WhatsApp Community