Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાતમાં બે દિવસમાં કોંગ્રેસની ત્રીજી વિકેટ પડી મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા એ આપ્યું રાજીનામું

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

ગાંધીનગર 

Join Our WhatsApp Channel

5 જુન 2020

 જેમ જેમ રાજ્ય સભા ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ કોંગ્રેસ પક્ષને ગુજરાતમાં એક બાદ એક રાજકીય આંચકાઓ લાગી રહ્યા છે. આજે કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. નોંધનીય છે કે ગઈકાલે ગુજરાતના બે ધારાસભ્યોએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.

 મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા એ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ વધુ અટકળો લાગી રહી છે કે,  ગુજરાત કોંગ્રેસમાંથી હજુ પણ વધુ બે-ત્રણ વિકેટ પડવાની સંભાવના છે. 

શું તમે રાજ્ય સભાની ચૂંટણીને લઇ બીજેપીએ આપેલી કોઈ લાલચમાં આવી પક્ષ છોડી રહ્યા છો ?? એવા સવાલના જવાબમાં બ્રિજેશ મેરજા એ કહ્યું કે "હું લોકોની સેવા અને પક્ષ દ્વારા લોકોના કામો કરવા કોંગ્રેસમાં જોડાયો હતો પરંતુ, આ પક્ષમાં રહીને હવે કામ કરવું અશક્ય જણાતાં પક્ષ છોડવો પડી રહ્યો છે". નોંધનીય છે કે ગુજરાતના રાજકારણમાં બ્રિજેશ મેરજા ની ગણના એકદમ છેવાડાના માણસો અને સામાન્યમાં સામાન્ય કાર્યકર્તાઓ સુધી પોતાની પહોંચ ધરાવતા અને સામાન્ય જનતામાં વધુ પ્રખ્યાત નેતા તરીકેની રહી છે..

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version