મનસે પ્રમુખ રાજ ઠાકરેને મળી રાહત. કોર્ટે આ 15 વર્ષ જૂના કેસમાં જારી અરેસ્ટ વોરંટ કર્યું રદ.. જાણો શું છે સમગ્ર મામલો

Raj Thackeray: Maratha protests blocked the convoy, as soon as they started shouting slogans, Raj Thackeray got angry, said

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે ( Raj Thackeray ) વિરુદ્ધ બીડ જિલ્લાની પરલી કોર્ટ દ્વારા અરેસ્ટ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. પરલી કોર્ટે આખરે ધરપકડ વોરંટ રદ કર્યું છે. સાથે જ કોર્ટે તેમને 15 વર્ષ જૂના ઉશ્કેરણીજનક ભાષણ અને MNS કાર્યકરો દ્વારા પથ્થરમારો અને તોડફોડના કેસમાં 500 રૂપિયાનો દંડ ભરવાનું કહ્યું છે. આ પહેલા રાજ ઠાકરે હેલિકોપ્ટર દ્વારા પરલી પહોંચ્યા હતા. આ પછી કોર્ટમાં હાજર થયા. અહીં તેમણે સુનાવણી દરમિયાન તેમની સામે અરેસ્ટ વોરંટ રદ કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે તે મેડિકલ કારણોસર કોર્ટમાં હાજર રહી શક્યા ન હતા. પાંચથી સાત મિનિટની કાર્યવાહી બાદ કોર્ટે રાજ ઠાકરેને રૂ.500નો દંડ ભરવાનો આદેશ આપીને અરેસ્ટ વોરંટ રદ કર્યું હતું. હવે આ મામલે આગામી સુનાવણી 23 જાન્યુઆરીએ થશે.

2008નું ઉશ્કેરણીજનક ભાષણ, તોડફોડ સંબંધિત કેસ

આ મામલો ઓક્ટોબર 2008નો છે. ઉશ્કેરણીજનક ભાષણ બદલ રાજ ઠાકરેની મુંબઈમાં ધરપકડ કરવામાં આવી હતી. જેના પ્રત્યાઘાતરૂપે રાજ્યમાં અનેક જગ્યાએ તોડફોડની ઘટનાઓ બની હતી. પરલીના ધર્મપુરી પોઈન્ટ વિસ્તારમાં રાજ્ય પરિવહનની બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ કિસ્સામાં મોટા પાયે નુકસાન થયું હતું. રાજ ઠાકરે સહિત ઘણા MNS કાર્યકર્તાઓ પર કર્ફ્યુ ઉલ્લંઘન, જાહેર સંપત્તિને નુકસાન અને ઉશ્કેરણીજનક ભાષણો માટે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં પારલી કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા. જોકે પછી સુનાવણી સમયે હાજર ન રહેવાને કારણે કોર્ટે તેમની સામે અરેસ્ટ વોરંટ જારી કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો:   ચાલતી સ્કૂટી પર રોમાન્સ કરી રહ્યું હતું કપલ, અશ્લીલતા ફેલાવવા બદલ પોલીસે ધરપકડ કરી

અરેસ્ટ વોરંટ રદ થવાથી રાજ ઠાકરેને મોટી રાહત

પહેલા 3 જાન્યુઆરીએ અને પછી 12 જાન્યુઆરીએ રાજ ઠાકરેને બીડની પરલી કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ 12 જાન્યુઆરીએ જીજાઉ જયંતિ હોવાથી કોર્ટે તારીખ લંબાવી હતી. આ પછી, રાજ ઠાકરે આજે (18 જાન્યુઆરી, બુધવાર) પરલી કોર્ટમાં હાજર થયા અને તેમની સામે અરેસ્ટ વોરંટ રદ કરવાની અપીલ કરી. કોર્ટે તેમની આ સ્વીકારી અને તેમની સામેનું અરેસ્ટ વોરંટ રદ કર્યું.