News Continuous Bureau | Mumbai
અત્યારે ગરમીના કારણે તાપમાનનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે ત્યારે ગરમી વચ્ચે હવામાન વિભાગે હીટેવેવની આગાહી સૌાષ્ટ્ર અને કચ્છમાં કરી છે. રાજ્યનું સૌથી વધુ ગરમ શહેરે ભુજ નોંધાયું છે જ્યાં 46.3 ડીગ્રી તાપમાનનો પારો પહોંચ્યો છે. કચ્છ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં હીટવેવટની આગાહી કરવામાં આવી છે. આકાશી અગ્નિ વર્ષાની જેમ ગરમી પડી રહી છે ત્યારે આગામી સમયમાં વધુ ગરમી પડવાની શક્યતા છે.
એપ્રિલ હિનામાં માવઠાના કારણે વાતાવરણમાં પ્રીવર્તન આવ્યું હતું પરંતુ મે મહિનાની ગર્મી રીતસરની લોકોને દઝાડી રહી છે. ત્યારે એપ્રિલ બાદ મે મહિનો લોકો માટે આકરો બ્ની રહ્યો છે ત્યારે ભુજમાં આ વખતે સૌથી વધુ ગરમી નોંધાઈ છે. ;રાજ્યમાં સૌથી વધુ 46.3 ડીગ્રી તાપમાન ભૂજમાં, ભાવનગર બોટાદમાં 44 ડીગ્રી, અમદાવાદ અને ગાંધીનગરમાં;41 ડીગ્રી તાપમાન, સુરતમાં 42 ડીગ્રી તાપમાન, જુનાગઢ અને સુરેન્દ્રમાં 41 ડીગ્રી તાપમાન રાજ્કામાં 43.9 ડીગ્રી તાપમાન, અમદાવાદ સહીતનો શહેરોમાં 41 ડીગ્રી આસપાસ ગરમીનો પારો નોંધાયો છે. ગરમી સતત વધી રહી છે જેના કારણે હીટ સ્ટ્રોકના કેસો પણ વધી રહ્યા છે. ડોક્ટરોએ બપોરના સમયે સુરક્ષિત સ્થાને રહેવાની સલાહ આપી છે.
આ સમાચાર પણ વાંચો: શ્રી સોમનાથ મંદિરના 73માં સ્થાપના દિવસની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી, જુઓ જૂનો અને આજનો સોમનાથ મંદિર નો ફોટોગ્રાફ.