News Continuous Bureau | Mumbai
પુણે(Pune)ના દત્તનગર જાંભુલકરવાડી(Duttnagar Jambhulkarwadi) માર્ગ પર એક ઝવેરીની દુકાન(jewellery shop) પર ચાકુ વડે હુમલો કરીને લૂંટવા (Robbery) નો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોકે આ વખતે ચોર સોનાની ચેઈન(Gold chain) ખરીદવાના બહાને જ્વેલર્સની દુકાનમાં ઘુસ્યો હતો. ત્યારબાદ અચાનક ચાકુ વડે ઝવેરી પર હુમલો કરી (Attack on Goldsmith)તેને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રતિકાર કરતાં હુમલાખોર ભાગી ગયો હતો. જોકે, પોલીસે છટકું ગોઠવીને થોડા કલાકોમાં જ તેની ધરપકડ કરી લીધી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, વિનોદ કુમાર સોની જેની ઉંમર 42 વર્ષની છે અને જે આંબેગાવ ખુર્દમાં(Ambegaon Khurd) પૃથ્વીરાજ હાઈટ્સ(Prithviraj Heights) બિલ્ડિંગમાં વૈભવલક્ષ્મી જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે. ગુરુવારે બપોરે એક વાગ્યે ગૌરવ વિજય રાયકર નામનો આરોપી તેની દુકાને આવ્યો હતો. તે સોનાની ચેઈન ખરીદવા માંગે છે અને તેના માતા-પિતા પાછળથી આવતા હોવાનું કહી તે લાંબો સમય સુધી દુકાનમાં બેઠો રહ્યો હતો. લાંબા સમય બાદ જયારે સોનીએ દુકાન(Jewellery shop) બંધ કરી ત્યારે રાયકર દુકાન છોડીને ચાલ્યો ગયો હતો અને ફરી સાંજે 4:45 વાગ્યાની આસપાસ પરત આવ્યો હતો.
સમાચાર પણ વાંચો : ચૂંટણી આવતા ગુજરાત સરકાર જાગી, આદિવાસીઓના વિરોધના પગલે રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ કર્યો રદ.. જાણો વિગતે.
#પુણે શહેરમાં દિન દહાડે #ચોરીના ઇરાદે આવેલા આ યુવકે ઝવેરી પર કર્યો #હુમલો, ઘટના #CCTVમાં કેદ.. જુઓ વિડીયો...#Pune #crime #jewelleryshop #goldsmith #robbery #attack #ViralVideo pic.twitter.com/24tk86ud4D
— news continuous (@NewsContinuous) May 21, 2022
જ્યારે તે ફરી જ્વેલર્સ પાસે પાછો આવ્યો ત્યારે પણ તેણે આ જ કારણ આપ્યું અને દુકાનમાં બેસી ગયો. સોનીને લાગ્યું કે ખરેખર કોઈ તેના ઘરેથી આવી રહ્યું છે તેથી તેણે તેને બેસવા કહ્યું. આ સમયે રાયકરે દુકાનમાં કોઈ ગ્રાહક ન હોવાનો ફાયદો ઉઠાવી તેના બેગમાંથી ચાકુ કાઢીને ઝવેરી પર હુમલો કરી દાગીનાની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ઝવેરીએ આરોપીનો પ્રતિકાર કર્યો.
ઝવેરી(Goldsmith)ના જોરદાર પ્રતિકારથી ચોર ગભરાઈ ગયો અને ભાગી ગયો. જોકે, ઝપાઝપીમાં ઝવેરીને ગંભીર ઇજા પહોંચી હતી. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યારે આ ઘટના બની બહાર કેટલાક નાગરિકો પણ હતા. પરંતુ તેમણે કોઈએ હિંમત બતાવવાનો પ્રયાસ કર્યો ન હતો. જેથી આરોપી ભાગવામાં સફળ રહ્યો હતો. પરંતુ આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
માહિતી મળતાં જ વરિષ્ઠ પોલીસ નિરીક્ષક જગન્નાથ કાલસ્કર ઘટનાસ્થળે પહોંચી ગયા અને તપાસ ટીમને આરોપીની ધરપકડ કરવા સૂચના આપી. તે મુજબ ટુકડીએ સીસીટીવી(CCTV)ની મદદથી આરોપી રાયકરની ધરપકડ કરી હતી.
સમાચાર પણ વાંચો : બોલીવુડની પંગા કવિન કંગના રનૌતે લાલ ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના; જુઓ ફોટોગ્રાફ્સ.