News Continuous Bureau | Mumbai
બેંગલુરુમાં એક વૃદ્ધને ટુ-વ્હીલર દ્વારા રસ્તા પર ખેંચી જવાનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે રોંગ સાઇડથી આવી રહેલા સ્કૂટી સવારે કારને ટક્કર મારી હતી. આ પછી વૃદ્ધે બાઇક સવારને રોકવાનો પ્રયાસ કર્યો તો તે ભાગવા લાગ્યો હતો. ત્યારે જ વૃદ્ધે યુવકની સ્કુટીને પાછળથી પકડી લીધી હતી. જોકે તેને ખબર હતી, છતાં યુવકે સ્કુટી ઊભી રાખી નહોતી અને અંદાજે એક કિલોમીટર સુધી તે વૃદ્ધને ઢસડીને લઈ ગયો હતો.
#SHOCKING video of a man being dragged on the streets of #Bengaluru. A biker who crashed into a car tried to flee from the spot, the driver tried to hold on to him when he began to drag him & flee. Incident from Magadi road. #Karnataka pic.twitter.com/6ocp4SzLFc
— Imran Khan (@KeypadGuerilla) January 17, 2023
આ ઘટના બેંગલુરુના મગદી રોડની છે. હવે આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે સ્કૂટી ચાલક પોતાની સ્કુટીથી એક વૃદ્ધને ઢસડી રહ્યો છે. વૃદ્ધે સ્કુટીનું પાછળનું હેન્ડલ પકડ્યું છે. ઘણા લોકો વૃદ્ધને બચાવવા માટે સ્કુટીની પાછળ જાય છે. આમ છતાં તે યુવક રોકાતો નથી. જ્યારે લોકોનું ટોળું વધતું ગયું હતું, ત્યારે તે ડરીને ઊભો રહી ગયો હતો.
હાલ પોલીસે તે યુવકની ધરપકડ કરી લીધી છે અને પીડિત વૃદ્ધ હોસ્પિટલમાં દાખલ છે.
આ સમાચાર પણ વાંચો: પિતા બાદ હવે પુત્રનો જેલભેગા થવાનો વારો? નવાબ મલિક બાદ હવે પુત્ર ફરાઝ વિરુદ્ધ કેસ દાખલ,આ કેસમાં થઈ શકે છે ધરપકડ..
Join Our WhatsApp Community