News Continuous Bureau | Mumbai
Bhagwant Mann Boat: પંજાબના સીએમ ભગવંત માન જલંધરમાં માંડ બચ્યા છે. સીએમ માન પંજાબમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂર જેવી સ્થિતિની સમીક્ષા કરવા જલંધર પહોંચ્યા હતા. સીએમ મુલાકાત લેવા માટે બોટમાં બેસી નદી પાર કરી રહ્યા હતા. દરમિયાન બોટમાં મોટી સંખ્યામાં લોકો હોવાના કારણે બોટ પાણીના પ્રવાહની વચ્ચે પહોંચી ત્યારે અચાનક બેકાબૂ બની ગઈ હતી. હોડી પાણીમાં અહી-ત્યાં ડોલવા લાગી. જોકે સંત સીચેવાલે તરત જ બોટ પર કાબુ મેળવી લીધો. જોકે આ દરમિયાન બહાર હોબાળો મચી ગયો હતો.
સદનસીબે બોટ પલટી જતા બચી ગઇ નહિ તો મોટી દુર્ઘટના સર્જાઇ હોત. જો કે મોટર બોટનો ચાલક તેને બીજી તરફ લઈ જવામાં સફળ થતાં બોટમાં સવાર સીએમ અને અધિકારીઓ સહિતના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
જુઓ વિડીયો
ਬਚਾਅ ਹੋਗਿਆ , ਹੋ ਚੱਲਿਆ ਸੀ ਕੰਮ #PunjabFloods #DishaPatani #DelhiFloods #BhagwantMann #AamAadmiParty #CMmann #punjabcrisis #boataccident #Floods pic.twitter.com/XryUD66FYQ
— ਸ੍ਰ. ਇੰਦਰਜੀਤ ਸਿੰਘ ਚਹਿਲ (@InderChahal5100) July 15, 2023
આ સમાચાર પણ વાંચો : UPI linkage: ફ્રાન્સ બાદ હવે આ દેશમાં પહોંચ્યો રૂપિયો-UPI, હવે પરસ્પર ચુકવણી સરળ બનશે