રાજ્ય

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ આ તારીખે યોજાશે, આટલા નવા ચહેરાઓને સામેલ કરાશે; જાણો વિગતે 

Sep, 14 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021

મંગળવાર

કોરોના મહામારી વચ્ચે ગઇકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા બાદ આગામી દિવસોએ નવા મંત્રી મંડળની શપથવિધિ યોજાશે. 

સૂત્રો તરફથી મળતી વિગતો મુજબ 16 સપ્ટેમ્બરે રાજભવનમાં નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાશે. 

નવા મંત્રી મંડળની જવાબદારી ભૂપેન્દ્ર યાદવને સોપવામાં આવી છે. અમિત શાહે ગત રાત્રે મંત્રીમંડળને લઇને મહત્વની બેઠક યોજી હતી. 

રાજ્યમાં નવા મંત્રી મંડળમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા યુવાઓને વધુ તક આપવામાં આવી શકે છે.

તમામ સમાજ-જ્ઞાતિને રાજકીય પ્રતિનિધિત્વ આપી પ્રધાનમંડળ રચવા કવાયત હાથ ધરવામાં આવશે. પ્રદિપ સિંહ જાડેજાને પ્રમોશન મળે તેવી શક્યતા છે. 

રૂપાણી મંત્રી મંડળમાં સામેલ હતા તેવા 10થી વધારે મંત્રીઓને પડતા મુકવામાં આવે તેવી શક્યતા છે. 

જોકે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં 12 જેટલા નવા ચહેરાઓને સામેલ કરાશે. 

શું વાત છે? ઘરમાં દીકરી પેદા થઈ તેનાથી ઝૂમી ઊઠ્યો આખો પરિવાર, લોકોને 50 હજાર પાણીપૂરીઓ ખવડાવી 

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )