News Continuous Bureau | Mumbai
હિમાચલ પ્રદેશના ચૂંટણી પરિણામો વચ્ચે મુખ્યમંત્રી જયરામ ઠાકુરે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. મીડિયા રિપોર્ટ મુજબ બીજેપી નેતા જયરામ ઠાકુરે શિમલા રાજભવન પહોંચીને રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું છે. હિમાચલ પ્રદેશના વિદાય લેતા મુખ્યમંત્રી જયરામ ઠાકુરે રાજીનામું સુપરત કર્યા બાદ મીડિયા સાથે વાત ચીત કરતા કહ્યું, “મેં મારું રાજીનામું રાજ્યપાલને સોંપી દીધું છે. લોકોના વિકાસ માટે કામ કરવાનું ક્યારેય બંધ નહીં કરીએ. આપણે વસ્તુઓનું વિશ્લેષણ કરવાની જરૂર છે. “એવા કેટલાક મુદ્દા હતા જેણે પરિણામોની દિશા બદલી. જો તેઓ ફોન કરશે તો હું દિલ્હી જઈશ.”
આ સમાચાર પણ વાંચો:ગુજરાત ચૂંટણી: કારમી હાર બાદ કોંગ્રેસ મચી ખલબલી, આ દિગ્ગજ નેતાએ ધરી દીધું રાજીનામું..
હિમાચલ પ્રદેશના વિદાય લેતા મુખ્યમંત્રી જયરામ ઠાકુરે આગળ કહ્યું, કે હું અત્યારે કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી. ક્યાં ખામી છે તેનું મૂલ્યાંકન કરીશું, ઘણી વખત એવું બને છે કે એક-બે મુદ્દાને કારણે ચૂંટણીના પ્રવાહને અસર થાય છે. લોકશાહીની સૌથી મોટી વિશેષતા એ છે કે જનતાના અભિપ્રાયનું સન્માન કરવું જોઈએ. અમે લોકોના અભિપ્રાયનું સન્માન કર્યું છે. મેં મારું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું છે.