News Continuous Bureau | Mumbai
કર્ણાટકમાં કોંગ્રેસનો જંગી મતોથી વિજય હજુ પણ હેડલાઇન્સમાં છે. રાજ્યમાં સત્તામાં આવ્યા બાદ કોંગ્રેસે ભાજપ પર પ્રહારો તેજ કર્યા છે. ભાજપને ભ્રષ્ટ ગણાવતા કોંગ્રેસે આજે વિધાનસભાને ગૌમૂત્રથી શુદ્ધ કરી હતી. સિદ્ધારમૈયાએ કર્ણાટકના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા પછી પક્ષના કાર્યકરોએ “ભ્રષ્ટ ભાજપ શાસનના અંત પછી ગૌમૂત્રથી વિધાનસભા પરિસરને સાફ અને શુદ્ધ કર્યું”.
#WATCH | Bengaluru: Congress workers sprinkle cow urine and perform Pooja at the State Assembly in Bengaluru. They said that they are 'purifying' Vidhana Soudha. pic.twitter.com/SWapoH7vOL
— ANI (@ANI) May 22, 2023
આપને જણાવી દઈએ કે કર્ણાટકના વર્તમાન ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે જાન્યુઆરીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે ગૌમૂત્રથી વિધાનસૌધા (વિધાનસભા)ને શુદ્ધ કરવામાં આવે.
આ સમાચાર પણ વાંચો : Train Time Update: પશ્ચિમ રેલવેએ ગુજરાત જતી આ બે ટ્રેનોના સમયમાં કર્યો ફેરફાર, જાણી લો નવો સમય