News Continuous Bureau | Mumbai
થોડા દિવસ પહેલા જ ધામધૂમથી ઉદ્ઘાટન કરાયેલ સમૃદ્ધિ હાઈવે ( Samruddhi highway ) પર અકસ્માતોની ( Car accident ) હારમાળા શરૂ થઈ ગઈ છે. બે દિવસ પહેલા પણ આ જ હાઈવે ( Washim ) પર મોટો અકસ્માત થયો હતો. દરમિયાન આ ઘટના તાજી છે ત્યારે સમૃદ્ધિ હાઈવે પર ફરી એકવાર ભયંકર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.
બે દિવસ પહેલા સમૃદ્ધિ હાઈવે પર એક મોટો અકસ્માત થયો હોવાની માહિતી મળી હતી. આ ઘટના તાજી છે ત્યારે હવે ફરી એકવાર સમૃદ્ધિ હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જેમાં એક મહિલા અને એક નાની બાળકીનો સમાવેશ થાય છે. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતક બાળકી કારમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી અને સમૃદ્ધિ હાઈવેની બાજુમાં એટલે કે સો ફૂટ નીચે ખાઈમાં પડી ગઈ હતી. તેને શોધવામાં એકથી દોઢ કલાકનો સમય લાગ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: નવા વર્ષનું સ્વાગત… આ રેલવે લાઈન મધરાત બાદ 8 વિશેષ લોકલ-ટ્રેનો દોડાવાશે..
પ્રાપ્ત માહિતી અનુસાર, વાશિમ જિલ્લાના કરંજા વિસ્તારમાં સમૃદ્ધિ હાઇવે પર આ ગંભીર અકસ્માત થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ નાગપુર તરફ જઈ રહેલી કાર પલટી ગઈ અને અકસ્માત થયો. આ દુર્ઘટનામાં સામેલ તમામ લોકો નાગપુરના હતા. ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળે છે.
Join Our WhatsApp Community