ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑગસ્ટ, 2021
સોમવાર
મહારાષ્ટ્રમાં ગયા મહિને ભારેથી અતિ ભારે વરસાદ પડ્યા બાદ અને થોડા દિવસ ચોમાસાએ વિરામ લીધા પછી એ ફરી સક્રિય થવાની આગાહી હવામાન ખાતાએ કરી છે.
હવામાન ખાતાએ આગામી ચાર દિવસ એટલે કે 30, 31-ઓગસ્ટ 1,2-સપ્ટેમ્બર દરમિયાન મુંબઈ સહિત મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી મુશળધાર વર્ષા થાય તેવી આગાહી કરી છે.
હવામાન ખાતાની આગાહી મુજબ કોંકણના પાલઘર (30, 31 ઓગસ્ટ- 1,2- સપ્ટેમ્બર)માં ભારેથી અતિભારે વર્ષા (યસો-ઓરેન્જ એલર્ટ), મુંબઈ 31-1 ભારે વર્ષા (યલો એલર્ટ) રાયગઢ 30,31,1 ભારેથી અતિભારે વરસાદ (યલો-ઓરેન્જ એલર્ટ) થવાની શક્યતા છે.
સાથોસાથ મધ્ય મહારાષ્ટ્રનાં ધુળે, નંદુરબાર, જળગાંવ, નાશિકમાં 30, 31 ઓગસ્ટ, 1,2 સપ્ટેમ્બર દરમિયાન ભારે વર્ષા (યલો એલર્ટ), મરાઠવાડાના ઔરંગાબાદ, જાલના, પરભણી, બીડ, હિંગોળી, નાંદેડ, લાતુરમાં ૩૦-૧ ભારે વર્ષા જ્યારે વિદર્ભના અકોલા, ભંડારા, ચંદ્રપુર, નાગપુરમાં ભારે વર્ષા થવાની શક્યતા છે.
મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેરનું જોખમ, ચિલ્ડ્રન હોમના આટલા બાળકો મળ્યા કોરોના સંક્રમિત; જાણો વિગતે