MNS પ્રમુખ રાજ ઠાકરેએ ગુડીપડવાની બેઠકમાં માહિમમાં દરિયામાં બનેલા અનધિકૃત બાંધકામોનો મુદ્દો મુખ્યમંત્રી એકનાથ શિંદેના ધ્યાન પર લાવ્યો હતો. આ સમયે તેમણે સરકારને આ અનઅધિકૃત બાંધકામ તાત્કાલિક દૂર કરવા પણ જણાવ્યું હતું. તેમની માંગના 24 કલાકની અંદર સરકારે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ અનધિકૃત બાંધકામ દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ ઘટના પછી બંને વચ્ચેની મુલાકાત બાદ આ બેઠકનું એક અલગ જ મહત્વ બની ગયું છે.
એક તરફ, જ્યારે ઉદ્ધવ ઠાકરે નાશિકના માલેગાંવમાં બેઠક કરી રહ્યા હતા, ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે રાજ ઠાકરેને તેમના નિવાસસ્થાન ‘શિવતીર્થ’ પર મળવા ગયા હતા.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરના આ વિસ્તારમાં સવાર સવારમાં ફાટી નીકળી ભીષણ આગ, લીધો એકનો ભોગ.. જુઓ વિડીયો
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીકના ભવિષ્યમાં યોજાવાની છે. આથી આ મુલાકાતને મહત્વ મળ્યું છે. રાજ ઠાકરેએ જાહેર સભામાં બધાની સાથે એકનાથ શિંદેને પણ કેટલીક સલાહો આપી હતી. આ પૃષ્ઠભૂમિમાં બંને વચ્ચે બેઠકમાં શું ચર્ચા થશે તે અંગે રાજકીય વર્તુળોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.