ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑક્ટોબર, 2021
ગુરુવાર
વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં અન્ય પક્ષના નેતાઓના સામેલ થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં કૉન્ગ્રેસના નેતા હર્ષવર્ધન પાટીલનો નંબર લાગ્યો છે. તેમને ભાજપમાં જોડાવાનું કારણ પૂછવામાં આવ્યું હતું. પાટીલે રમૂજમાં જવાબ આપતાં કહ્યું કે ભાજપમાં આવ્યા બાદ કોઈ તપાસ થતી નથી. શાંતિથી ઊંઘી શકાય છે.
હર્ષવર્ધન પાટીલ કૉન્ગ્રેસની સરકારમાં રાજ્યમાં સહકાર મંત્રી હતા. રાજ્યમાં ભાજપની સત્તા આવશે અને પોતે ફરીથી મંત્રી થશે એવી આશા તેમના મનમાં હોવાથી તેમણે ભાજપમાં આવવાનો નિર્ણય લીધો હતો. વિધાનસભાની ચૂંટણી બાદ મહાવિકાસ આઘાડી સરકાર આવવાથી પાટીલનું સપનું તૂટી ગયું હતું.
બુધવારે એક કાર્યક્રમમાં હર્ષવર્ધન પાટીલને ભાજપમાં શા માટે ગયા? એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેમણે કહ્યું કે વધુ કંઈ નહીં ભાજપમાં ગયા બાદ શાંતિથી સૂઈ શકાય છે. કોઈ તપાસ નહીં, કંઈ નહીં. મજા આવે. પાટીલે આવું કહ્યું હતું એ વખતે મંચ પર ભાજપના પદાધિકારીઓ પણ બેઠા હતા.